Connect Gujarat
બિઝનેસ

હાય રે મોંઘવારી:ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો

સામાન્ય જનતાને આજે મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે.

હાય રે મોંઘવારી:ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો
X

સામાન્ય જનતાને આજે મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડર ની વધેલી કિંમત આજથી દેશભરમાં લાગુ કરવામાં આવી છે.જણાવી દઈએ કે આ પહેલા 22 માર્ચે ઘરેલુ એલપીજી ની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડર નો વધારો કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ દિલ્હીમાં સબસિડીવાળા 14.2 કિલો એલપીજી સિલિન્ડર ની કિંમત 949.50 રૂપિયા પર પહોંચી ગઈ હતી. આજે કિંમતમાં વધારો કર્યા પછી, દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર ની કિંમત હવે 999.50 રૂપિયા થઈ ગઈ છે.

પેટ્રોલિયમ ઉદ્યોગના પ્રારંભિક ડેટા અનુસાર, એપ્રિલમાં LPG નો વપરાશ માસિક ધોરણે 9.1 ટકા ઘટીને 2.2 મિલિયન ટન થયો છે, જે એપ્રિલ 2021 ની સરખામણીમાં 5.1 ટકાનો વધારો છે. માર્ચ પહેલા, ગયા વર્ષે 6 ઓક્ટોબરે ઘરેલુ એલપીજી ની કિંમત માં ફેરફાર કરવામાં આવ્યો હતો.નોંધનીય છે કે 1 મેના રોજ સરકારી તેલ કંપની કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો કર્યો હતો. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 102.50 રૂપિયા મોંઘું થયું છે. નવી કિંમત લાગુ થયા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1 મેથી 2253 રૂપિયાથી વધીને 2355.50 રૂપિયા થઈ ગઈ છે.

Next Story