Connect Gujarat
બિઝનેસ

રશિયા-યુક્રેનના યુદ્ધે શેરબજારને પછાડ્યું, સેન્સેક્સ 2000 અંક તૂટ્યો

રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધને પગલે ભારતીય શેરબજારોમાં આજે ભારે ઘટાડો નોંધાયો છે.

રશિયા-યુક્રેનના યુદ્ધે શેરબજારને પછાડ્યું, સેન્સેક્સ 2000 અંક તૂટ્યો
X

રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધને પગલે ભારતીય શેરબજારોમાં આજે ભારે ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ 2000 પોઇન્ટથી વધુ ઘટી 55297 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 575 અંક ઘટી 16487 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેન્ક, SBI, ટાટા સ્ટીલ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેક મહિન્દ્રા 5.33 ટકા ઘટી 1338.65 પર કારોબાર કરી રહ્યો છે.

ભારતી એરટેલ 5.57 ટકા ઘટી 665.00 પર કારોબાર કરી રહ્યો છે. રશિયાએ યુક્રેનની વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યા પછી બ્રેન્ટ ક્રૂડના ભાવ 99.75 ડોલર પ્રતિ બેરલે પહોંચ્યા છે. આ એનો 8 વર્ષનો રેકોર્ડ છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આવનારા દિવસોમાં તેના ભાવ 120 ડોલર સુધી જઈ શકે છે. એને પગલે પેટ્રોલ-ડીઝલ 20 રૂપિયા સુધી મોંઘા થઈ શકે છે.

Next Story