Connect Gujarat
બિઝનેસ

SBIએ ગ્રાહકોને આપ્યો આંચકો, લોનનો વ્યાજ દર વધ્યો

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંકે તેના ગ્રાહકોને આંચકો આપ્યો છે હવે SBI માંથી લોન લેવી મોંઘી બની જશે અને નવા અને જૂના ગ્રાહકોની ઇએમઆઇ પણ વધી જશે

SBIએ ગ્રાહકોને આપ્યો આંચકો, લોનનો વ્યાજ દર વધ્યો
X

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંકે તેના ગ્રાહકોને આંચકો આપ્યો છે હવે SBI માંથી લોન લેવી મોંઘી બની જશે અને નવા અને જૂના ગ્રાહકોની ઇએમઆઇ પણ વધી જશે. જોકે એસબીઆઇએ પોતાની માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડીંગ રેટમાં વધારો કરી દીધો છે. બેંકએ એમસીએલઆરમાં વધારાની જાહેરાત પણ કરી દીધી છે. નવા દર 15 જુલાઈથી લાગુ થઇ જશે

ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં વધારો કર્યા બાદ લગભગ તમામ સરકારી અને ખાનગી બેંકોએ હોમ લોન, પર્સનલ લોન અને ઓટો લોનના વ્યાજદર વધારી દીધા છે. જોકે પહેલાં આરબીઆઇએ મે મહિનામાં રેપો રેટ 0.40 ટકા વધાર્યો હતો, ત્યારબાદ જૂનમાં રેપો રેટ 0.50 ટકા વધાર્યો હતો. જોકે રેપો રેટ 4.90 ટકા છે. આ વર્ષે એપ્રિલથી એસબીઆઇ પોતાના એમસીએલઆરને વધારી રહી છે. જૂનમાં તેણે એમસીએલઆર માં 20 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. એસબીઆઇએ MCLR માં વધારાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આ નોટિફિકેશન અનુસાર,- એક વર્ષની લોન માટે એમસીએલઆર 7.40 થી વધારીને 7.50 ટકા કરી દેવામાં આવ્યો છે છ મહિનાની લોન માટે એમસીએલઆર 7.35 ટકાથી વધારે 7.80 ટકા કરી દેવામાં આવ્યો છે

Next Story