Connect Gujarat
બિઝનેસ

ઐતિહાસિક સ્તર પર સેન્સેક્સ રહ્યો બંધ, સ્મોલકેપ ઈન્ડેક્સના 22 શેરે લગાવી 50 ટકાની છલાંગ

નિફ્ટીએ 16 હજારની સપાટી સ્પર્શ્યા બાદ બીએસઈ સેન્સેક્સે પણ નવો ઈતિહાસ બનાવ્યો છે. 54,440નો નવો હાઈ બનાવીને ઈન્ટ્રા ડેમાં પણ 54 હજારનું સ્તર પાર કર્યુ હતું.

ઐતિહાસિક સ્તર પર સેન્સેક્સ રહ્યો બંધ, સ્મોલકેપ ઈન્ડેક્સના 22 શેરે લગાવી 50 ટકાની છલાંગ
X

નિફ્ટીએ 16 હજારની સપાટી સ્પર્શ્યા બાદ બીએસઈ સેન્સેક્સે પણ નવો ઈતિહાસ બનાવ્યો છે. 54,440નો નવો હાઈ બનાવીને ઈન્ટ્રા ડેમાં પણ 54 હજારનું સ્તર પાર કર્યુ હતું. સેન્સેક્સ 53 હજારથી 54 હજાર પહોંચવામાં આશરે 30 સેશન લાગ્યા હતા. સેન્સેક્સે 22 જુને 53 હજારનું સ્તર સ્પર્શ કર્યુ હતું.

એક્સપર્ટના કહેવા મુજબ ગઈકાલના કારોબારમાં નિફ્ટીએ 16 હજારનું સ્તર પાર કર્યુ હતું. જે બાદ આજે સેન્સેક્સે પણ પ્રથમ વખત 54 હજાર નું સ્તર પાર કરી લીધું છે. 2021માં અત્યાર સુધીમાં સ્મોલકેપ અને મિડકેપે મોટા માર્જિન સાથે આઉટપરફોર્મ કર્યુ છે અને છેલ્લા થોડા મહિનાથી તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને હવે એક્સપર્ટ હવે સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે.

કારોબાર દરમિયાન સેન્સેક્સ 54465.91ના રેકોર્ડ સ્તર પર પહોંચ્યો અને 546 અંકના વધારા સાથે 54370 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી પ્રથમ વખત 16290ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો અને 128 અંકના વધારા સાથે 16259 પર બંધ થયો હતો.

સેન્સેક્સ પર HDFC, કોટક મહિન્દ્રા, ICICI બેન્ક, SBI, HDFC બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. HDFC 4.67 ટકા વધી 2673.30 પર બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા 3.52 ટકા વધી 1746.00 પર બંધ રહ્યો હતો. જોકે ટાઈટન કંપની, મારૂતિ સુઝુકી, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, નેસ્લે સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 1.89 ટકા ઘટી 1804.40 પર બંધ રહ્યો હતો. મારૂતિ સુઝુકી 1.55 ટકા ઘટી 7084.90 પર બંધ રહ્યો હતો.

કોરોનાની બીજી લહેર પછી ઘરેલુ આર્થિક આંકડાઓમાં રિકવરી જોવા મળી. તેમાં GST કલેક્શન વાર્ષિક આધારે 33.14 ટકા વધી 1.16 લાખ કરોડ રૂપિયા રહ્યું, જે 9 મહિનામાં પ્રથમ વખત જૂનમાં 92849 હજાર કરોડ રૂપિયા થઈ ગયુ હતું. મેન્યુફેકચરિંગના આંકડામાં સુધારો થયો છે. IHS માર્કેટનો મેન્યુફેકચરિંગ PMI વધી 55.3 થયો છે, જે જૂનમાં 50ની નીચે આવી ગયો હતો. બેરોજગારી દર ઘટીને 6.95 ટકા રહ્યો, જે જૂનમાં 9.17 ટકા રહ્યો હતો. કોર્પોરેટ ટેક્સમાં કાપથી કંપનીઓનો પ્રોફિટ વધ્યો છે. ફાઈનાન્શિયલ વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક(એપ્રિલ-જૂન)માં લિસ્ટેડ કંપનીઓના પરિણામ સારા આવ્યા છે. તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ સહિત IT કંપનીઓને સારો નફો થયો છે.

Next Story