Connect Gujarat
બિઝનેસ

શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ ફરી 57,000 પોઈન્ટને પાર

સોમવારે ઘટાડા સાથે બંધ થયેલા શેરબજારો મંગળવારે તેજી સાથે ખુલ્યા હતા.

શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ ફરી 57,000 પોઈન્ટને પાર
X

સોમવારે ઘટાડા સાથે બંધ થયેલા શેરબજારો મંગળવારે તેજી સાથે ખુલ્યા હતા. BSE સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ તો નિફ્ટી પણ લગભગ 120 પોઈન્ટ ઉપર ખુલ્યો. સવારના વેપારમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું છે અને બજાર સતત ચઢી રહ્યું છે.બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ સોમવારે 56,747.14 પોઈન્ટ પર બંધ થયો હતો. મંગળવારે તે 300 થી વધુ પોઈન્ટના વધારા સાથે 57,000 ની ઉપર ખુલ્યો હતો. સવારના વેપારમાં તેમાં સતત વધારો જોવા મળ્યો હતો અને તે 450 પોઈન્ટ સુધી ચઢ્યો હતો. જોકે રાત્રે 9.25 કલાકે તે 345.15 પોઈન્ટના વધારા સાથે 57,092.29 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

Next Story