Connect Gujarat
બિઝનેસ

શેર બજારમાં મંદીનો માહોલ આજે સેનસેક્સમાં તેજીની શક્યતા

સોમવારે ભારતીય શેરબજાર લીલા નિશાન પર બંધ થયુ હતુ. જો આંકડાઓની વાત કરીએ તો SENSEX 51,597.84 પર અને NIFTY50 15,350.15 પર બંધ થઇ

શેર બજારમાં મંદીનો માહોલ આજે સેનસેક્સમાં તેજીની શક્યતા
X

સોમવારે ભારતીય શેરબજાર લીલા નિશાન પર બંધ થયુ હતુ. જો આંકડાઓની વાત કરીએ તો SENSEX 51,597.84 પર અને NIFTY50 15,350.15 પર બંધ થઇ હતી. છેલ્લા કેટલાક સમયથી શેર બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રોકાણકારોના લાખો કરોડો રૂપિયા ધોવાઇ ચૂક્યા છે. તેવામાં આજે એટલે કે મંગળવારે બજારમાં તેજીનો અંદાજો છે.

આજે બજાર પોઝિટિવ મૂડમાં જોવા મળશે અને રોકાણકારો શેર ખરીદવા તરફ આગળ વધશે. જો આ અઠવાડિયે બજારમાં તેજી રહેશે તો શેરબજારમાં મોટો સુધાર આવી શકે છે. આજે અમે તમારા માટે એ શેર લઇને આવ્યા છીએ જેમાં આજે તેજીના સંકેત છે જે શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી રહી છે તેમાં કોહિનૂર ફૂડ્સ, ચેવિઓટ કંપની અને KPI ગ્રીન એનર્જી નો સમાવેશ થાય છે. આ શેરોએ તેમની 52 સપ્તાહનો ઊંચી સપાટીને પાર કરી છે તો બીજીબાજુ અમેરિકી શેર બજારમાં પણ સુધારો જોવા મળ્યો છે અને બજાર ધીમે ધીમે પોઝિટિવ મૂડમાં આવી રહ્યુ છે. અમેરિકાનું સ્ટોક એક્સચેન્જ NASDAQ ગત કારોબારી સત્રમાં 1.43 ટકા તેજી નોંધાવી છે. આ સાથે જ યુરોપનું સ્ટોક એક્સચેન્જ પણ લીલા નિશાન સાથે બંધ થયું હતુ. યુરોપનું મહત્વનું શેરબજાર જર્મનીનું સ્ટોક એક્સચેન્જ પણ ગતરોજ 1.06 ટકા વધારા સાથે બંધ થયું હતુ.

Next Story