Connect Gujarat
બિઝનેસ

શેરબજારમાં હાહાકાર, બજારમાં કડાકો બોલી જતાં લાખો કરોડ રૂપિયા સ્વાહા

અમેરિકાના ફેડરલ રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં રેકોર્ડ બ્રેક વધારો અને મંદીની આશંકા વચ્ચે શેરબજારમાં ગુરૂવારે હાહાકાર મચી ગયો.

શેરબજારમાં હાહાકાર, બજારમાં કડાકો બોલી જતાં લાખો કરોડ રૂપિયા સ્વાહા
X

અમેરિકાના ફેડરલ રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં રેકોર્ડ બ્રેક વધારો અને મંદીની આશંકા વચ્ચે શેરબજારમાં ગુરૂવારે હાહાકાર મચી ગયો. સવારના સત્રમાં ગ્રીન નિશાન સાથે ખુલેલા શેર બજારમાં પછી વેચાવલી હાવી રહી અને ઘટીને 52 અઠવાડિયાના નીચલા સ્તર પર પહોંચી ગયો.

કારોબારની શરૂઆતમાં 53 હજાર ઉપરથી ખુલે સેન્સેક્સ કારોબારી સત્રના અંતમાં 52 હજારથી નીચે પહોંચી ગયો હતો. કારોબારી સત્રના અંતમાં 30 પોઇન્ટ વાળા સેન્સેક્સ 1045.60 પોઇન્ટ તૂટી ને 51,495.79 પર બંધ થયો. તો બીજી તરફ 50 પોઇન્ટ વાળો નિફ્ટી 331.55 પોઇન્ટના સ્તર પર આવી ગયો. શેર બજારના રેકોર્ડબ્રેક ઘટાડાથી રોકાણકારોને ગુરૂવારે 5 લાખ કરોડથી વધુ ડૂબી ગયા હતા. ગત પાંચ કારોબારી સત્રમાં સેન્સેક્સમાં 3,824.49 પોઇન્ટનો ઘટાડો આવી ગયો છે. સેન્સેક્સના 30 શેરમાં ગુરૂવારે સૌથી વધુ 6.04 ટકાનો ઘટાડો ટાટા સ્ટીલના શેરમાં જોવા મળ્યો હતો. આ પ્રકારે નિફ્ટીમાં HINDALCO ના શેર 6.74 ટકા ઘટીને 333.40 રૂપિયાના સ્તર પર આવી ગયો આમ આ સપ્તાહમાં શ્રી બજારમાં કડાકો બોલી ગયો છે અને લાખો કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે .

Next Story