Connect Gujarat
બિઝનેસ

SIP કરશે દેશમાં કરોડો રૂપિયાનું રોકાણ, શેર માર્કેટમાં તેજી વચ્ચે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધ્યું..

SIP કરશે દેશમાં કરોડો રૂપિયાનું રોકાણ, શેર માર્કેટમાં તેજી વચ્ચે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધ્યું..
X

કોરોના મહામારી દરમ્યાન સમગ્ર દેશમાં લોકડાઉન થતાં લોકો માટે મુશ્કેલી ઉભી થઇ હતી. દેશમાં મંદીનો માહોલ પણ જોવા મળ્યો હતો. જોકે, હવે દેશની ગાડી ફરી પાટા પર આવી રહી હોય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે, ત્યારે SIP દેશમાં પહેલીવાર એક મહિનામાં 10 હજાર કરોડનું રોકાણ કરશે. જેના કારણે શેર માર્કેટમાં તેજી વચ્ચે સપ્ટેમ્બરમાં સતત સાતમાં મહિને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધ્યું છે.

કોરોના મહામારી બાદ દેશમાં પ્રથમ વખત એક મહિના SIP દ્વારા 10 હજાર કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યુ છે. જેમાં ખાસ કરીને 26.8 લાખ કરોડ નવા SIP નવા ખાતા ખુલ્યાનો રેકોર્ડ પણ થયો છે. દેશમાં કોરોના મહામારીમાં લોકડાઉન પછી SIP રોકાણમાં 20 ટકા જેટલો મ્યુચ્યુઅલ ફંડ સિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં પહેલીવાર 10 હજાર કરોડનું રોકાણ થવાથી નવા ખાતા ખોલવામાં પણ વધારો થયો છે. રિટેલ ઇન્વેસ્ટમેન્ટ ઓછું રિટર્ન આપતા બેન્ક એફડી સહિતના બચતના પરંપરાગત વિકલ્પોને બદલે મ્યુચ્યુઅલ ફંડને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ સાથે જ શેર માર્કેટમાં તેજી વચ્ચે સપ્ટેમ્બરમાં સતત સાતમા મહિને મ્યુચ્યુઅલ ફંડ બજારમાં સ્થિરતા જોવા મળી રહી છે.

Next Story