Connect Gujarat
બિઝનેસ

શેરબજારઃ લાલ નિશાન પર કારોબારની શરૂઆત, સેન્સેક્સ 380 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 17200ની નીચે

ગુરુવારે શેરબજારની શરૂઆત લાલ નિશાન પર થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 380 પોઈન્ટ ઘટીને 57,304 પર ખુલ્યો હતો

શેરબજારઃ લાલ નિશાન પર કારોબારની શરૂઆત, સેન્સેક્સ 380 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 17200ની નીચે
X

સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે શેરબજારની શરૂઆત લાલ નિશાન પર થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 380 પોઈન્ટ ઘટીને 57,304 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 111 પોઈન્ટ ઘટીને 17,135 પર ખુલ્યો હતો.

નોંધનીય છે કે બુધવારે છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારોમાં કારોબારની શરૂઆત તેજી સાથે થઈ હતી, પરંતુ તે પછી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યા બાદ ટ્રેડિંગના અંતે 304.48 પોઈન્ટ ઘટીને 57,684.82 પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ, NSEનો નિફ્ટી 123 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો અને 69.85 પોઈન્ટના ઘટાડા સાથે 17,245.65 પર બંધ થયો હતો.

Next Story