Connect Gujarat
બિઝનેસ

શેરબજારની નબળી શરૂઆત,રોકાણકારોમાં ચિંતા

સેન્સેક્સ લગભગ 100 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો અને નિફ્ટી બિલકુલ સપાટ છે.

શેરબજારની નબળી શરૂઆત,રોકાણકારોમાં ચિંતા
X

સપ્તાહના અંતમાં બંધ થતાં પહેલા ભારતીય શેરબજારમાં સુસ્ત શરૂઆત સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 100 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો અને નિફ્ટી બિલકુલ સપાટ છે. એશિયાઇ બજારો અને યુએસ ફ્યુચર્સ ગ્લોબલ સંકેત કોઈપણ પ્રકારની ઘરેલૂ બજારને સપોર્ટ કરી રહ્યા નથી અને ઇન્ડિયન સ્ટોક માર્કેટની સુસ્ત શરૂઆત જોવા મળી છે.

તો બીએસઈના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 96.62 પોઇન્ટ એટલે કે 0.16 ટકા ઘટીને 59,235.98 પર ખુલ્યું છે. તો બીજી તરફ એનએસઇના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી બિલકુલ સપાટ રહેતાં 17,659.65 ખુલ્યો છે બીજી તરફ આજે કારોબારમાં સેન્સેક્સના 30 માંથી 10 શેર જ તેજી સાથે જોવા મળી રહ્યા છે બાકી 20 શેરોમાં ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે.

નિફ્ટી 50 માંથી 20 શેરમાં મજબૂતી સાથે ગ્રીન નિશાનમાં કારોબાર કરી રહ્યા છે તો બાકી 30 શેરોમાં ઘટાડાનું લાલ નિશાન જોવા મળી રહ્યું છે પ્રી-ઓપનિંગ કારોબારમાં આજે બીએસઈમાં સેન્સેક્સ 138 પોઇન્ટ તૂટીને 59179.47 ના લેવલ પર જોવા મળી રહ્યો છે અને એનએસઇનો નિફ્ટી 61.40 પોઇન્ટ સરકીને 17597.60 પર ટ્રેડ કરી રહ્યો હતો

Next Story