Connect Gujarat
બિઝનેસ

આ સપ્તાહ શેરબજારમાં તેજી જોવા મળે તેવી શક્યતા,એશિયાના મોટાભાગના બજારો પોઝિટિવ ખૂલ્યા

ભારતીય શેરબજાર ગયા અઠવાડિયે રિકવરી મોડમાં હતું જેના કારણે આજે પણ ભારતીય સ્ટોક માર્કેટ સપ્તાહની શરૂઆત તેજી સાથે કરે તેવી શક્યતા છે.

આ સપ્તાહ શેરબજારમાં તેજી જોવા મળે તેવી શક્યતા,એશિયાના મોટાભાગના બજારો પોઝિટિવ ખૂલ્યા
X

ભારતીય શેરબજાર ગયા અઠવાડિયે રિકવરી મોડમાં હતું જેના કારણે આજે પણ ભારતીય સ્ટોક માર્કેટ સપ્તાહની શરૂઆત તેજી સાથે કરે તેવી શક્યતા છે. આ સિવાય વૈશ્વિક બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે જેનો ફાયદો ભારતીય શેરબજારને ચોક્કસપણે થશે. રોકાણકારો આજે પણ ખૂબ ખરીદી કરે તેવી આશા છે.

ગત અઠવાડિયે સેન્સેક્સ 462 પોઇન્ટ વધીને 52,728 પર બંધ થયું હતું, જ્યારે નિફ્ટી 143 પોઇન્ટ વધીને 15,699 પર બંધ થયું હતું. આજે પણ બજાર પોઝિટિવ મૂડમાં રહે તેવી આશા છે. પાછલા સત્રમાં વૈશ્વિક બજારમાં આવેલ ઉછાળાને કારણે એશિયન બજારો ને લાભ મળી શકે છે. અગાઉ વ્યાજદરમાં વધારાને કારણે અમેરિકાના શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો.તો એશિયાના મોટાભાગના બજારો આજે લીલા નિશાન સાથે ખુલ્યા છે. જાપાનનો સ્ટોક એક્સચેન્જ નિક્કી 0.68 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જોકે, આજે દક્ષિણ કોરિયાના કોસ્પીમાંપણ 1.25 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે અમેરિકાના સ્ટોક માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદીનો માહોલ હતો પરંતુ બજાર હવે રિકવરી મોડમાં આવી ગયું છે અને તેમાં તેજી આવી રહી છે. અમેરિકાનું સ્ટોક એક્સચેન્જ NASDAQ ગત કારોબારી સત્રમાં 3.34 ટકાના ઉછાળા સાથે બંધ થયું હતું. આ સિવાય અન્ય બે યુએસ એક્સચેન્જ એસએન્ડપી 500 અને ડાઉ જોન્સમાં પણ તેજી જોવા મળી હતી.

Next Story