Connect Gujarat
બિઝનેસ

શેર બજાર લાલ નિશાન સાથે ખુલતા રોકાણકારોમાં ચિંતા વ્યાપી

ભારતીય શેરબજાર ફરીવાર લાલ નિશાન સાથે ખુલતા રોકાણકારોમાં ચિંતા વ્યાપી છે ફેડરલ રિઝર્વ તરફથી નીતિગત દરમાં વૃદ્ધિની શંકા અને અમેરિકન બજારમાં ઘટાડા વચ્ચે આજે પણ ભારતીય શેર બજારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

શેર બજાર લાલ નિશાન સાથે ખુલતા રોકાણકારોમાં ચિંતા વ્યાપી
X

ભારતીય શેરબજાર ફરીવાર લાલ નિશાન સાથે ખુલતા રોકાણકારોમાં ચિંતા વ્યાપી છે ફેડરલ રિઝર્વ તરફથી નીતિગત દરમાં વૃદ્ધિની શંકા અને અમેરિકન બજારમાં ઘટાડા વચ્ચે આજે પણ ભારતીય શેર બજારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યા

શેર બજારની શરૂઆતમાં સેન્સેક્સમાં 10 પોઈન્ટ ના ઘટાડા સાથે 55,258 પોઈન્ટ પર ટ્રેડિંગની શરૂઆત થઈ જ્યારે નિફ્ટીમાં પણ મામૂલી ઘટાડા સાથે 16,475.35 પોઈન્ટ પર ટ્રેડિંગ ની શરૂઆત થઈ બીજી બાજુ ફેડ પોલીસી પહેલા બજારમાંથી મિક્સ સંકેત મળી રહ્યા છે. યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલા બજારમાં હલચલ છે. જેના કારણે અમેરિકન બજારમાં વેચાવલી જોવા મળી. મંગળવારે ડાઉ જોન્સ અને નાસ્ડેક લગભગ 220 પોઈન્ટ તૂટીને બંધ થયા. વૈશ્વિક બજારમાં સંકેતોથી SGX Nifty સપાટ છે. જ્યારે નિક્કેઈમાં પણ સુસ્ત કારોબાર જોવા મળ્યો છે સવારે 9.35 વાગ્યાના સમયે બીએસઈનો સેન્સેક્સ 96.64 પોઈન્ટના ઘટાડા સાથે 55171.85 પોઈન્ટ પર જોવા મળ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 39.60 પોઈન્ટના ઘટાડા સાથે 16444.20 પર જોવા મળ્યો.

Next Story