Connect Gujarat
બિઝનેસ

શેર બજાર ખુલતા જ ગગડ્યું,રોકાણકારોમાં ચિંતા,જાણો આજની સ્થિતિ/

વૈશ્વિક બજાર માંથી મળેલા મિક્સ સંકેતો બાદ મંગળવારે ભારતીય શેરબજારમાં ઘટાડા નો માહોલ જોવા મળ્યો. બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે ખુલ્યા.

શેર બજાર ખુલતા જ ગગડ્યું,રોકાણકારોમાં ચિંતા,જાણો આજની સ્થિતિ/
X

વૈશ્વિક બજાર માંથી મળેલા મિક્સ સંકેતો બાદ મંગળવારે ભારતીય શેરબજારમાં ઘટાડા નો માહોલ જોવા મળ્યો. બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે ખુલ્યા. કારોબારી સત્રની શરૂઆતમાં 30 અંક વાળો સેન્સેક્સ 269.27 અંક તૂટીને 54,251.88 ના સ્તરે ખુલ્યો. 50 અંક વાળો નિફ્ટી તૂટીને 16,187.05 અંક પર ખુલ્યો.

થોડીવાર ઘટાડાના માહોલ બાદ હવે સેન્સેક્સમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લી માહિતી મળ્યા મુજબ (સવારે સવા દસ વાગે) સેન્સેક્સમાં 55.04 પોઈન્ટની તેજી સાથે 54576.79 પર અને નિફ્ટીમાં 15.80 પોઈન્ટના વધારા સાથે 16294.30 પર કારોબાર થઈ રહ્યો છે. વૈશ્વિક બજારોની વાત કરીએ તો ત્યાં પણ ઘટાડા નો માહોલ જોવા મળ્યો. જેના કારણે એવી શંકા હતી કે ઘરેલુ બજાર પણ ઘટાડા સાથે ખુલશે. SGX નિફ્ટીમાં પણ નબળાઈ જોવા મળી. સોમવારે દમદાર શરૂઆત બાદ અમેરિકન બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો. ડાઉ જોન્સ 600 પોઈન્ટ ગગડીને નીચલા સ્તરે બંધ થયો. આમ પાછળના દિવસો માં ભારતીય શેર બાજાર મુજબૂતી તરફ આગળ વધી રહ્યું હતું પણ ફરીવાર તે ઘટાડા તરફ વધતા રોકાણકારોમાં ચિંતા વ્યાપી છે

Next Story