Connect Gujarat
બિઝનેસ

આજે ફરી પેટ્રોલના ભાવ વધ્યા,1 દિવસમાં પેટ્રોલના ભાવમાં 2.80 રૂપિયાનો વધારો

આજે ફરી પેટ્રોલના ભાવ વધ્યા,1 દિવસમાં પેટ્રોલના ભાવમાં 2.80 રૂપિયાનો વધારો
X

પેટ્રોલ અને ડીઝલની કિંમતો આ મહિને દર રોજ વધી રહી છે. સરકારી તેલ કંપનીઓએ આજે સોમવારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારી દીધા છે. આજે પેટ્રોલ 30 પૈસા પ્રતિ લીટર તો ડીઝલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. ઓક્ટોબર મહિનાની શરુઆતના 10 દિવસમાં જ પેટ્રોલના ભાવમાં 2.80 રુપિયાનો વધારો થયો છે. ત્યારે ડીઝલના ભાવમાં 3.30 રુપિયા વધારો થઈ ચૂક્યો છે. દિલ્હીમાં સોમવારે પેટ્રોલ પ્રતિ લીટર 104.44 રુપિયા પર ચાલ્યો ગયો છે. ત્યારે ડીઝલ પણ જંપ લગાવીને 93.18 રુપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ - કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલનો ભાવ 100 રુપિયા પાર થઈ ચૂક્યો છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધારે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંતર કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં આવેલા ટેક્સ બાદના ભાવના કારણે અલગ હોય છે. ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને અંતમાં ટેક્સ અને પોતાના માર્જિનને જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ - ડીઝલમાં આ કોસ્ટ પણ જોડાઈ જાય છે.

Next Story