Connect Gujarat
બિઝનેસ

આજના સોના ચાંદીના ભાવ:સોનું થયું સસ્તું, ચાંદીના પણ ભાવ ઘટ્યા

આજના સોના ચાંદીના ભાવ:સોનું થયું સસ્તું, ચાંદીના પણ ભાવ ઘટ્યા
X

ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના (Gold price) સાપ્તાહિક ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ ચાંદી (silver price) પણ સસ્તી થઈ છે. આ કારોબારી સપ્તાહમાં સોનાની કિંમતમાં 1,129 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધવામાં આવ્યો છે, જ્યારે ચાંદીની કિંમતમાં 3424 રૂપિયા પ્રતિ કિલોનો મોટો ઘટાડો નોંધાયો છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJAની વેબસાઈટ અનુસાર, આ બિઝનેસ સપ્તાહની શરૂઆતમાં (18થી 22 એપ્રિલ, 2022) 24 કેરેટ સોનાનો ભાવ 53,603 હતો, જે શુક્રવાર સુધીમાં ઘટીને 52,474 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. આ દરમિયાન, 999 શુદ્ધતાની ચાંદીની કિંમત 70,109 રૂપિયાથી ઘટીને 66,685 રૂપિયા પ્રતિ કિલો થઇ ગઇ છે.IBJA દ્વારા જાહેર કરાયેલ કિંમતો વિવિધ શુદ્ધતાના સોનાની માનક કિંમત વિશે માહિતી આપે છે. આ તમામ કિંમતો ટેક્સ અને મેકિંગ ચાર્જિસ પહેલાની છે.IBJA દ્વારા જાહેર કરાયેલા દરો સમગ્ર દેશમાં સારખા છે પરંતુ કિંમતોમાં GSTનો સમાવેશ થતો નથી.

Next Story