Connect Gujarat
બિઝનેસ

આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત, જાણો શું છે ગુજરાતના આ 4 શહેરોના રેટ્સ

સરકારી ઓઇલ કંપનીઓ તરફથી આજે સતત ઓગણીસમા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.

આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત, જાણો શું છે ગુજરાતના આ 4 શહેરોના રેટ્સ
X

સરકારી ઓઇલ કંપનીઓ તરફથી આજે સતત ઓગણીસમા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. ગત મહિનામાં 17 જુલાઈ બાદથી ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો, જ્યારે આ દિવસે પેટ્રોલની કિંમત 29થી 30 પૈસા પ્રતિ લીટર વધી હતી. ત્યારબાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નથી.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર છે. આ ઉપરાંત મહાનગરોમાં મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુમાં પેટ્રોલ પહેલા જ 100 રૂપિયા પ્રતિ લીટરના આંકડાને પાર કરી ચૂક્યું છે.

નોંધનીય છે કે, મે મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો. 42 દિવસમાં પેટ્રોલ લગભગ 11.52 રૂપિયા સુધી મોંઘું મળી રહ્યું છે. મે મહિનાથી લઈને જુલાઈ સુધી સમયાંતરે ઇંધણના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહીના 4 મહાનગરોમાં આજરોજ ભાવમાં રાહત જોવા મળી. અમદાવાદમાં પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે સુરતમાં પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર. વડોદરામાં પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટરનો ભાવ જોવા મળી રહ્યો છે.

જો દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલ ભાવની વાત કરીએ તો, દિલ્હીમાં પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે મુંબઈમાં પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર, ચેન્નાઈમાં પેટ્રોલ 102.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર જ્યારે બેંગલુરુમાં પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

Next Story