કોંગ્રેસનાં રઝિયા શેખને 2637 જ્યારે ભાજપનાં તારાબહેન વસાવાને માત્ર 663 મત મળ્યા
ભરૂચ નગર પાલિકાનાં વોર્ડ નંબર 1માં ખાલી પડેલી નગર સેવકની બેઠક માટે પેટા ચૂંટણી યોજાયી હતી. આ ચૂંટણીમાં કુલ 3337 મતદારોએ મતદાન કર્યું હતું. જેની આજરોજ ગણતરી કરવામાં આવતાં કોંગ્રેસનાં ઉમેદવારને 2637 વોટ જ્યારે ભાજપનાં ઉમેદવારને 663 વોટ મળ્યા હતા. અને 37 વોટ નોટામાં પડ્યા હતા. આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાની સીટ જાળવી રાખી છે.
ભરૂચ નગર પાલિકાનાં વોર્ડ નંબર 1નાં પૂર્વ નગર સેવક મહેરૂનિશાબહેને અંગત કારણોસર રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી હતી. જોકે તેઓ પોતે પણ કોંગ્રેસ પક્ષ તરફથી જ હતા. તેમનાં રાજીનામાને પગલે ખાલી પડેલી આ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાયી હતા. જેમાં ભાજપ તરફથી તારાબેન વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે કોંગ્રેસમાંથી રઝિયા શેખ ઉમેદવાર હતા. આજરોજ મત ગણતરી કરવામાં આનતાં કોંગ્રેસનાં રઝિયાબહેન શેખને 2637 વોટ મળતાં વિજેતા થયા હતા. આ બેઠક ઉપર કોંગ્રેસે પોતાની શાખ જાળવી રાખી હતી.
