Connect Gujarat
ગુજરાત

CAA સમર્થન: સુરતમાં ભાજપી આગેવાનોએ પાકિસ્તાની શરણાર્થીઓ સાથે રહી મનાવી મકરસંક્રાંતિ

CAA સમર્થન: સુરતમાં ભાજપી આગેવાનોએ પાકિસ્તાની શરણાર્થીઓ સાથે રહી મનાવી મકરસંક્રાંતિ
X

સુરતમાં

ભાજપ આગેવાનોએ મકરસંક્રાંતિના પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. આ વખતે પતંગ

ઉડાવવાની મજા પાકિસ્તાની શરણાર્થીઓ સાથે રહીને માણી હતી.

સુરતમાં ભાજપના સાંસદ દર્શના બેન જરદોષ, ધારાસભ્ય પૂરણેશ મોદી, મેયર જગદીશ પટેલ અને ડેપ્યુટી મેયર નીરવ શાહ દ્વારા આ

વર્ષે I Support CAA વાળી પતંગ ઉડાડી ઉત્તરાયણ પર્વની ઉજવણી પાકિસ્તાનથી ભારત આવેલા

શરણાર્થીઓ સાથે મળીને કરી હતી. સીએએના સમર્થનમાં ભાજપના કાર્યકરો સહિત પાકિસ્થાનથી

વર્ષો પહેલા સુરત આવીને રામનગર ખાતે સરદાર પટેલ આવાસમાં વસેલા લોકો અને તેમના

પરિવારના લોકો જોડાયા હતા.

પ્રસંગે પતંગોત્સવના

ગીતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના

સીએએના સમર્થનમાં સ્લોગનો વાળી પેન ડ્રાઇવનું વિતરણ પણ કરાયું હતું. પતંગ ચગાવીને

પેચ લડાવવાની સાથે સાથે લોકોએ સુરતની શિયાળાની સ્પેશિયલ વાનગી પોંક અને પોંકના

વડાની મજા પણ માણી હતી સાથે સાંસદ દર્શના જરદોષ અને પૂરણેશ મોદીએ

કોંગ્રેસ પર શાબ્દીક પ્રહાર

કરી સીએએ અંગે લોકોને જાગૃત કર્યા હતા.

Next Story