Connect Gujarat
Featured

હવે, રાજ્યના કોઈ પણ ખૂણે ગ્રાહકોને મળશે વલસાડની કેરી, સૌપ્રથવાર પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરાઇ લોજીસ્ટીક સેવા

હવે, રાજ્યના કોઈ પણ ખૂણે ગ્રાહકોને મળશે વલસાડની કેરી, સૌપ્રથવાર પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરાઇ લોજીસ્ટીક સેવા
X

લોકડાઉનના સમયમાં હાલ બધા પ્રકારના ટ્રાન્સપોર્ટ બંધ છે, ત્યારે વલસાડી કેરીના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. હવે પોસ્ટ વિભાગ દ્વારા ખેડૂતને ત્યાંથી સીધા તમાર ઘરે કેરી પહોચાડવામાં આવશે.

વલસાડના કેરી પકવતા ખેડૂતો અને લોકો માટે એક સારા સમાચાર સાંપડ્યા છે. હાલના લોકડાઉનના સમયે વલસાડના પોસ્ટ વિભાગ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં ખેડૂતની વાડીથી ગુજરાતના કોઈ પણ ખૂણામાં કેરીની ડિલિવરી કરવામાં આવશે, ત્યારે વલસાડ પોસ્ટના લોજીસ્ટિક વિભાગ દ્વારા સૌપ્રથમ વાર આ સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. ખેડૂતની વાડીએથી કેરીના બોક્સનો જથ્થો લેવામાં આવશે અને માત્ર 48 કલાકમાં જ ગ્રાહક સુધી પહોચાડવામાં આવશે. પોસ્ટ વિભાગ દ્વારા આ સુવિધા ખૂબ જ યોગ્ય દરે શરૂ થઈ છે, ત્યારે એક જ દિવસમાં 900 કિલોથી વધુ કેરીનું બુકીંગ પણ થઈ ગયું છે.

હાલ લોકડાઉનમાં બેફામ વધેલા ટ્રાન્સપોર્ટેશનના ભાવ, વારંવાર પોલીસ સાથે ઘર્ષણ ઉપરાંત એપીએમસી માર્કેટ હજી બંધ છે, ત્યારે વલસાડની કેરીનો પાક તૈયાર થઈ ગયો છે. પરંતુ તેના વેચાણ માટેની કોઈ સગવડ નથી. વલસાડની કેરીઓમાં વલસાડી હાફૂસની માંગ ખૂબ જ હોય છે. દરેક સમાજના રીવાજ મુજબ એકબીજાને કેરીઓ મોકલવાની પ્રથા વર્ષોથી ચાલી આવી છે, ત્યારે લોકડાઉનમાં કેવી રીતે કેરી મોકલવી તે પ્રશ્ન હતો, ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા લેવાયેલો નિર્ણય તમામ ખેડૂતો આવકારી રહ્યા છે.

Next Story