video

87 વર્ષનાં ચારુલતા પટેલને જોઈને વિરાટ અને રોહિત તેમને મળવા પહોંચ્યા હતા

એજબેસ્ટનમાં ગઇરાત્રે ભારત-બાંગ્લાદેશની વર્લ્ડ કપ મેચમાં, 87 વર્ષનાં  ચારુલતા પટેલે, તેમના  અનન્ય  ક્રિકેટ પ્રેમના કારણે સ્ટેડિયમની અંદર ખેલાડીઓ અને ક્રિકેટ રસિકો અનેસ્ટેડિયમની બહાર કરોડો ટીવી દર્શકોનાં  દિલ  જીતી  લીધાં. ચારુલતા  બહેન, પ્રથમ વર્લ્ડ કપ રમાયો  તેના 43 વર્ષ પહેલાં, તાંઝાનિયામાં ગુજરાતી  પરિવારમાં  જન્મ્યાં હતાં, અને ત્યારથી ક્રિકેટનાં દિવાનાં છે.  નાનપણમાં ક્રિકેટ પણ રમતાં હતાં.  ભારતની ટીમ  જ્યારે પણ  ઇંગ્લેન્ડ આવે છે, ચારુલતા બહેન દરેક મેચમાં હોય છે. 1983માં કપિલ દેવે વર્લ્ડ કપ ઉઠાવ્યો, ત્યારેપણ ત્યાં હાજર હતું. તેમણે ઘણા ભારતીય કપ્તાન જોયા છે, પણ વિરાટ કોહલી પર તેમને સવિશેષ પ્રેમ છે, અને કહે છે કે આ વર્લ્ડ કપ તે ઉઠાવશે. ચારુલતા બહેનના જુસ્સાને જોઈને,ઉધોગપતિ આનંદ મહેન્દ્રાએ, ભવિષ્યમાં રમાનારી તમામ આંતરાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધાઓમાં, ચારુલતા પટેલને સ્પોન્સર કરવાની જાહેરાત કરી છે

પાર્ટી અધ્યક્ષને લઈને રાહુલ ગાંધી રાજીનામું પાછુ લેવાના મુડમાં નથી, કોંગ્રેસમાં કોના માથે ઢોળાશે...

લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યાને એક મહિનાથી પણ વધારે સમય થઈ ગયો છે પરંતુ હજી સુધી કોંગ્રેસમાં ઉભુ થયેલું સંકટ ઓછુ થવાનું નામ નથી લઈ...

BCCI થી રાયડુ થયો નારાજ, અંતે સન્યાસ લેવાનો લીધો નિર્ણય

વર્લ્ડકપ ટીમમાં સમાવેશ ન કરાતા અંતે અંબાતી રાયડૂએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો વર્લ્ડ કપ-2019  માટે મોકલાયેલી 15 સભ્યોની ટીમમાં અંબાતી રાયડુ ને સામેલ કરાયો ન હતો. રાયડુને વર્લ્ડકપ પહેલાં ભારતીય...
video

સુરત: ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાતા એસ.ટી. દ્વારા શરૂ કરાઇ વિશેષ બસ

મુંબઈ અને વલસાડમાં ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. તો કેટલીક ટ્રેનો મોડી ચાલી રહી છે. જેના...
video

મુંબઈ અને પુણેમાં મેઘ તાંડવ : બે સ્થળોએ દીવાલ ધરાશાયી થતા ૨૧ લોકોના મોત

મુંબઈ અને પુણેમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે.છેલ્લા ૫ દિવસથી વરસી રહેલ અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે તો બે સ્થળોએ...
video

અમરનાથ યાત્રા : યાત્રા શુભારંભ થતાં પહેલું ગ્રુપ રવાના, આગામી વર્ષોમાં સુરક્ષાની જરૂર પડશે...

વર્ષ ૨૦૧૯ની ૧લી જુલાઈથી અમરનાથ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ભારતભરના અલગ અલગ રાજ્યોમાંથી જિલ્લા દીઠ ૧૦ હજારથી પણ વધુ યાત્રાળુઓ યાત્રા કરશે. બાબા...
video

આવતી કાલથી વિધાનસભાનું ચોમાસું સત્ર થશે શરૂ , નીતિન પટેલ રજૂ કરશે સંપૂર્ણ બજેટ

આવતીકાલથી રાજ્યમાં વિધાનસભાના ચોમાસા સત્રનો પ્રારંભ થશે. ત્યારે બજેટની તમામ તૈયારીઓને રાજ્ય સરકારે આખરી ઓપ આપી દીધો છે. મંગળવારથી શરૂ થનારૂ વિધાનસભા સત્ર 25 જૂલાઇએ પૂર્ણ...
video

મુંબઈ : મરીન ડ્રાઇવ પર ભરતીના આહલાદ્ક દ્રશ્ય

ભારે વરસાદના કારણે સમગ્ર મુંબઈ તરબોળ થઈ ગયું છે અને મુંબઈ ના હાર્દસમા વિસ્તાર એવા મરીન ડ્રાઇવ પર દરિયા ના મોજા ઉછળી રહ્યા છે...
video

જમ્મુ કશ્મીર માં ભયાનક હાદસો : બસ ખીણમાં પડતાં 30 થી વધુના મોત

જમ્મુ-કાશ્મીરનાં કિશ્તવાડ જિલ્લાનાં કેવાસન વિસ્તારમાં આજે સવારે એક મિની બસ ખીણમાં પડી જતા તેમા સવાર થયેલા 33 લોકોનાં મોત થયા હોવાની વાત સામે આવી છે તો આ ઘટનામાં 22...
ઈઝરાઈલી

ઈઝરાઈલની કંપનીએ દારૂની બોટલો પર લગાવ્યો મહાત્મા ગાંધીનો ફોટો 

કેરળના મહાત્મા ગાંધી નેશનલ ફાઉન્ડેશને નરેન્દ્ર મોદીને કરી ફરિયાદ  ઈઝરાયલની કંપની માકા બ્રેવરીએ દારૂની બોટલ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો લગાવ્યો છે. જેના વિરોધમાં કેરળના મહાત્મા ગાંધી નેશનલ ફાઉન્ડેશને ચેરમેન એબી જે જોસેવડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી હતી. જોસે રવિવારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને પણ પત્ર લખ્યો હતો. તેમને લીકર  કંપની અને તેના માલિક વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે. જોસે કહ્યું કે,ગાંધીજીની મજાક ઉડાવામાં આવી છે. મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે. દુનિયા તેમને અહિંસાનો પ્રેરણા સ્ત્રોત માને છે. બાપુએ આજીવન દારૂનો વિરોધ કર્યો.  

STAY CONNECTED

60,472FansLike
308FollowersFollow
1,674FollowersFollow
304,669SubscribersSubscribe
error: Content is protected !!