Connect Gujarat
Featured

CBSEએ ધો.12નું રિઝલ્ટ કર્યું જાહેર, માર્કશીટ મળશે ડિજિલોકરમાંથથી

CBSEએ ધો.12નું રિઝલ્ટ કર્યું જાહેર, માર્કશીટ મળશે ડિજિલોકરમાંથથી
X

આ વર્ષે લોકડાઉં ના કારણે સેન્ટ્રલ બોર્ડ ઓપ સેકન્ડરી એજ્યુકેશનના રિઝળતમાં વિલંબ થયો હતો ત્યારે આજે બપોરે ધોરણ 12નું રિઝલ્ટ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ હવે ઓફિશિયલ વેબસાઈટ cbse.nic.in પર પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. આ સિવાય વિદ્યાર્થીઓ ઉમંગ એપ દ્વારા પણ પરિણામ ચેક કરી શકે છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી CBSEએ 1થી 15 જુલાઈ સુધી થનારી 10મા અને 12માં ધોરણની બાકીની પરીક્ષાઓ રદ કરી દીધી છે અને એસેસમેન્ટ સ્કીમના આધારે રિઝલ્ટ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડ પરિક્ષાઓ વિશે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, 10માં અને 12માં ધોરણના પરિણામ 15 જુલાઈ સુધી જાહેર કરી દેવા. ત્યારપછી CBSE બોર્ડે તેમની તૈયારીઓ વધારી દીધી છે.

આ વિદ્યાર્થીઓને ડિજિટલ લોકર દ્વારા માર્કશીટ આપવામાં આવશે. ડિજિટલ લોકરમાંથી માર્કશીટ ડાઉનલોડ કરવા માટે તેને digilocker.gov.inમાંથી ડાઉનલોડ કરવી પડશે. બોર્ડ તરફથી સ્ટુડન્ટ્સને ડિજિલોકર ક્રેડેન્શિયલ્સ એસએમએસ દ્વારા આપવામાં આવ્યા છે. તેનો ઉપયોગ કરીને તેઓ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે.

Next Story