Connect Gujarat
ગુજરાત

આકાશી યુધ્ધના પર્વ ઉત્તરાયણની ઉજવણીનો પ્રારંભ, આકાશ છવાયું પતંગોથી

આકાશી યુધ્ધના પર્વ ઉત્તરાયણની ઉજવણીનો પ્રારંભ, આકાશ છવાયું પતંગોથી
X

ભરૂચ સહિત સમગ્ર રાજયમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીની

શરૂઆત થઇ ચુકી છે. પતંગ રંગબેરંગી પતંગોથી છવાઇ ચુકયું છે અને એ કાયપો છેની બુમો

સંભળાય રહી છે.

સુર્યના ઉત્તર દિશામાં ગમનના પ્રસંગને ઉત્તરાયણ તરીકે

ઉજવવામાં આવે છે. ભરૂચ સહિત સમગ્ર રાજયમાં ઉત્તરાયણની ઉજવણીનો પ્રારંભ થઇ ચુકયો

છે. સવારથી લોકો પતંગ ચગાવવા માટે ધાબાઓ અને છાપરાઓ પર ચઢી ગયાં છે. તલસાંકળી, ચિકકી, શેરડી અને બોરની જયાફતની

સાથે પતંગ ઉડાડવાનો આનંદ ઉઠાવી રહયાં છે. ઠેર ઠેર ડીજેના અવાજથી વાતાવરણ સંગીતમય

બની ચુકયું છે. શ્રધ્ધાળુઓએ મકરસંક્રાંતિના પર્વએ દેવ દર્શન માટે દેવાલયોમાં

પહોંચી ગયાં હતાં. ગાયમાતાને ઘાસચારો ખવડાવવા સહિતની ધાર્મિક પરંપરા પણ નિભાવવામાં

આવી હતી. આવો જોઇએ સમગ્ર રાજયમાં કેવો છે ઉત્તરાયણનો માહોલ …

Next Story