મહારાષ્ટ્રનાં અહમદનગરની એગ્રીકલ્ચરલ કોલેજમાં કાર્યક્રમ દરમિયાન બેભાન થતાં હોસ્પિટલ ખસેડાયા

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી આજે મહારાષ્ટ્રનાં અહમદનગર ખાતે આવેલી  મહાત્મા ફુલે એગ્રીકલ્ચરલ કોલેજનાં કોન્વોકેશન સેરેમનીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગડકરીની તબિયત ખરાબ થઈ જતાં સ્ટેજ ઉપર જ બેભાન થઈ ગયા હતા. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે અચાનક તેમની તબિયત કેમ ખરાબ થઈ ગઈ તે અંગે હજી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

કોલેજનાં કોન્વોકેશન કાર્યક્રમમાં સ્ટેજ ઉપર હાજર કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી રાષ્ટ્રગીત માટે ઉભા થયા હતા. આ દરમિયાન તેઓ અચાનક સ્ટેજ ઉપર જ ઢળી પડતાં  રાજ્યના ગવર્નર વિદ્યાસાગર રાવે ગડકરીને સંભાળ્યા હતા. અચાનક તેમને ચક્કર આવ્યા અને તેઓ સ્ટેજ ઉપર જ બેભાન થઈ ગયા હતા. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ટ્વિટ કરીને નિતિન ગડકરીના જલદી સાજા થઈ જવા માટે શુભેચ્છા પણ પાઠવી હતી.

LEAVE A REPLY