Connect Gujarat
દેશ

CEO વર્લ્ડ મેગેઝીન 2019ની યાદી કરાઇ જાહેર, ભારતના દસ સીઇઓનો થયો સમાવેશ

CEO વર્લ્ડ મેગેઝીન 2019ની યાદી કરાઇ જાહેર, ભારતના દસ સીઇઓનો થયો સમાવેશ
X

દુનિયાના સર્વશ્રેષ્ઠ સીઇઓ (Chief Executive Officer)ની યાદીમાં ભારતના દસ સીઇઓનો સમાવેશ થયો છે. સીઇઓ વર્લ્ડ મેગેઝીને દુનિયાના ટોપ સીઇઓની યાદી બહાર પાડી છે.

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી, ઇન્ડિયન ઓઇલના ચેરમેન સંજીવ સિંહ, ઓએનજીસીના શશિ શંકર સહિત દસ ભારતીય સીઇઓનો સમાવેશ થયો છે. આ ભારતીયોમાં આર્સેલરમિત્તલના ચેરમેન અને સીઇઓ લક્ષ્મી મિત્તલ સૌથી ઉપર ત્રીજા સ્થાન પર છે, આ યાદીમાં તેમની કંપનીને લક્ઝમબર્ગ દેશની કંપની તરીકે દર્શાવવામાં આવી છે.

સીઇઓ વર્લ્ડ મેગેઝીનની આ 121 સીઈઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 49મા સ્થાન પર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સીઇઓ સંજીવ સિંહ 69મા સ્થાન પર, ઓએનજીસીના શશિ શંકર 77મા સ્થાન પર અને ભારતીય સ્ટેટ બેંક(એસબીઆઇ)ના ચેરમેન રજનિશ કુમાર 83મા ક્રમ પર છે.

આ ઉપરાંત ટાટા મોટર્સના સીઇઓ ગુએંટર બટશેક 89મા નંબર પર, બીપીસીએલના ચેરમેન ડી રાજકુમાર 94મા સ્થાન પર, રાજેશ એક્સપોર્ટના કાર્યકારી ચેરમેન રાજેશ મહેતા 99મા ક્રમ પર, ટાટા કંસલટેંસી સર્વિસના સીઇઓ રાજેશ ગોપીનાથન અને વિપ્રોના આબિદઅલી ઝેડ. નીમચવાલા બંન્ને 118મા સ્થાન પર છે.

દુનિયાના ટોપ 121 સીઇઓની આ યાદીમાં ટોપ 8ની વાત કરવામાં આવે તો વોલમાર્ટના સીઇઓ ડગલસ મૈકમિલન પ્રથમ સ્થાન પર, રોયલ ડચ શેનના બેન વાન બ્યૂંડર બીજા સ્થાન પર, લક્ષ્મી મિત્તલ ત્રીજા સ્થાન પર, સાઉદી અરામકોના સીઇઓ અમીન એચ. નાસીર ચોથા સ્થાન પર, બીપીના બોબ ડૂડલે પાંચમાં સ્થાન પર, એક્સોનમોબિલના ડેરેન વૂડ્સ છઠ્ઠા સ્થન પર, ફોક્સવેગનના હરબર્ટ ડિએસ સાતમા સ્થાન પર અને ટોયોટાના એકિયો ટોયોદા આઠમાં સ્થાન પર છે.

Next Story