Connect Gujarat
દેશ

ચંદીગઢ: PGIમાં 6 મહિનાની બાળકીને કોરોના, 18 ડોકટરો સહિત 54 કર્મચારીઓ ક્વોરેન્ટાઇન

ચંદીગઢ: PGIમાં 6 મહિનાની બાળકીને કોરોના, 18 ડોકટરો સહિત 54 કર્મચારીઓ ક્વોરેન્ટાઇન
X

કોરોના પોઝિટિવ મળી આવેલી બાળકી ફગવારાની છે જેને 9 એપ્રિલના રોજ બાળરોગ કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી.

આ બાળકીની ઓપન હાર્ટ સર્જરી કરવાની હતી પરંતુ તે પહેલાં ડોકટરોને ચેપ વિશે ખબર પડી ગઈ

હતી. બાળકીને જન્મજાત હૃદય રોગ છે. તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે.

ચંદીગઢ પીજીઆઈમાં 6 મહિનાની એક કોરોના પોઝિટિવ બાળકીના

સંપર્કમાં આવેલા 54 કર્મચારીઓને ક્વારેન્ટાઇન મોકલવામાં આવ્યા છે. આ ડોકટરોમાં 18

ડોકટરોનો પણ સમાવેશ છે. બાળાને હોસ્પિટલમાં ઓપન હાર્ટ

સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી. બાળકને બુધવારે કોરોના ચેપ હોવાનું નિદાન થયું

હતું, ત્યારબાદ સ્ટાફને ક્વોરેન્ટાઇનમાં મોકલવાનો

નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોરોના પોઝિટિવ મળી આવેલી બાળા ફગવારાની છે જેને 9 એપ્રિલના રોજ બાળરોગ કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી.

આ બાળકીની ઓપન હાર્ટ સર્જરી

કરાવવાની હતી પરંતુ તે પહેલાં ડોકટરોને સંક્રમણ વિશે ખબર પડી ગઈ હતી. બાળકીને જન્મજાત હૃદય રોગ છે. તેને શ્વાસ લેવામાં પણ

તકલીફ થઈ રહી છે. અગાઉ, તેઓને લુધિયાણાની કોર્પોરેટ હોસ્પિટલમાં 36 દિવસ માટે ભર્તી કરવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો ન થતાં તેમને

પીજીઆઈ રિફર કરાયા હતા. તેની પીજીઆઇમાં સર્જરી કરાવવાની છે.

બાળકીમાં 21 એપ્રિલે કોરોના

ચેપની ખબર પડતાં ડોક્ટરે તેને પીજીઆઈના નહેરુ હોસ્પિટલ એક્સ્ટેંશનમાં રિફર કર્યો.

તેની સારવાર કોવિડ સુવિધા કેન્દ્રમાં ચાલી રહી છે અને

વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યો છે. પીજીઆઈએ બુલેટિનમાં આ વિશે સંપૂર્ણ

માહિતી આપી છે. જે લોકો બાળકીના સંપર્કમાં આવ્યા છે તેમની તપાસ કરવામાં આવી રહી

છે. સંપર્કમાં આવેલા પીજીઆઈ સ્ટાફને ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે. ડોક્ટરો

એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે બાળકને કેવી રીતે અને ક્યાં ચેપ લાગ્યો. તેની

મુસાફરીનો કોઈ ઇતિહાસ નથી, તેથી ડોકટરો આ મામલાની વધુ ગંભીરતાથી તપાસ કરી

રહ્યા છે.

Next Story