આવતી કાલે જગદલપુરમાં વડાપ્રધાન મોદીની ચુંટણી રેલી યોજાવાની છે

દિવાળીના શુભ તહેવારના બીજા જ દિવસે એટલે કે નવા વર્ષનીં દિવસે જ છત્તીસગઢના દંતેવાડામાં મોટો નકસલી હુમલો થયો છે. નક્સલીઓએ CISFની બસને નિશાન બનાવી બોમ્બ વિસ્ફોટથી ઉડાવી દીધી છે. આ હુમલામાં CISFનાં 2 જવાન શહીદ થઈ ગયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવતીકાલે જગદલપુરમાં ચૂંટણી રેલી યોજાવાની છે. જગદલપુર દંતેવાડાની નજીક બસ્તરમાં વિધાનસભા ક્ષેત્ર આવેલું છે.

આ અગાઉ 27 ઓક્ટોબરે પણ નક્સલીઓએ વીજાપુરમાં CRPFના જવાનોને નિશાન બનાવ્યાં હતા. આ હુમલામાં 4 જવાનો શહીદ થયાં હતા. આ તમામ જવાનો ફરજ ઉપર હતા ત્યારે નક્સલીઓએ બારૂદી સુરંગમાં વિસ્ફોટ કર્યો હતો. આ ઉપરાંત 30 ઓક્ટોબરે દૂરદર્શનની ટીમ પર હુમલો થયો હતો જેમાં દૂરદર્શનના એક કેમેરામેન સહિત 2 જવાન શહીદ થયા હતા. તો 2 નવેમ્બરે પણ એક બ્લાસ્ટ થયો હતો જેમાં 1 જવાન શહીદ થયા હતા.

છત્તીસગઢની 18 સીટ પર આગામી 12 નવેમ્બરે મતદાન થવાનું છે. આ તમામ સીટો જ્યાં આવેલી છે તે નક્સલીઓનો પ્રભાવ ધરાવતા વિસ્તારો છે. જેના પગલે સુરક્ષાને વધુ મજબૂત કરવામાં આવી છે. નક્સલીઓ હંમેશાથી લોકતાંત્રિક ચૂંટણીનો વિરોધ કરે છે અને આ જ કારણ છે કે તેઓ લોકોને વોટ નાંખતા રોકવા માટે આ પ્રકારના હુમલાઓ કરે છે.

LEAVE A REPLY