Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુરના નસવાડી ખાતે અનાજના ગોડાઉનમાં સામે આવી અનાજની ઘટ:ગોડાઉન કરાયું સીલ

છોટાઉદેપુરના નસવાડી ખાતે અનાજના ગોડાઉનમાં સામે આવી અનાજની ઘટ:ગોડાઉન કરાયું સીલ
X

અવાર નવાર અનાજના ગોડાઉનોમાં આનાજ સગેવગે થવાના વારંવાર મામલા સામે આવે છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલ અનાજના ગોડાઉનમાં અનાજની ઘટ આવી છે.

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ નસવાડી ખાતે અનાજ ના ગોડાઉનમાં કનુભાઈ વસાવા મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. કનુભાઈ વસાવા રિટાયર્ડ થતાં તેમની જગ્યાએ નવા મેનજર તરીકે જગદીશ શેઠની નિમણૂંક કરવામાં આવી હતી. કનુભાઈ શેઠ ફરજ પર હાજર થતાં જ તેમણે અનાજની બોરી ઓછી હોવાની શંકા જતાં તેઓએ આ અંગે તેમની કચેરીમાં જાણકારી આપી હતી.જેની તપાસ કરતાં ગોડાઉનમાં લગભગ ૪૦૦૦ થી વધુ અનાજની બોરી ઓછી થવાનું સામે આવ્યું હતું. જેથી પુરવઠા વિભાગ તરફ થી હાલમાં ગોડાઉનને સીલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

એક તરફ બોરી ઓછી થઈ હોય નવા ગોડાઉન મેનેજર તપાસ પૂર્ણ થાય તેની રાહ જોઇ રહ્યા છે તો બીજી તરફ નસવાડી તાલુકાના કેટલાય ગામોના લોકોના લોકોને આનાજ નમળતા મુશ્કેલીમાં મુકાયા છે.આ અગાઉના મેનેજર કનુભાઈ વસાવા જણાવી રહ્યા છે કે ગોડાઉનમાંથી આનાજની બોરીની ચોરી થઈ છે. જેની પોલીસને અરજી કરી જાણકારી આપવામાં આવી છે.

મેનેજરે વધુમાં એ પણ જણાવ્યું કે મને ફસાવવા માં આવી રહ્યો છે. એક તરફ જૂના મેનેજરે ચોરી થઈ હોવા ની વાત કરી રહ્યા છે. તો સવાલ એ ઊભો થાય છે કે આટલી મોટી માત્રામાં જો અનાજની ચોરી થઈ હોય તો મેનેજર કે તંત્ર નું ધ્યાન કેમ ન ગયું ? જો બોરી ચોરી થઈ હોય તો ક્યાં ગઈ ? જેવા સવાલો અનેક છે તે બાબતે હવે પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે ગોડાઉન માથી ઓછી થયેલ અનાજ બોરીની તપાસમાં શું સામે આવે છે.

Next Story