Connect Gujarat
ગુજરાત

પાવીજેતપુર : કાલીકુઇ ગામે ખાર કૂવામાં પડી જવાથી ત્રણ બાળકના મોત, સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો

પાવીજેતપુર : કાલીકુઇ ગામે ખાર કૂવામાં પડી જવાથી ત્રણ બાળકના મોત, સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો
X

પાવીજેતપુર તાલુકાના કાલીકુઈ ગામે ત્રણ બાળકોનું ખાડામાં પડી જવા થી મોત થતા સમગ્ર પંથક મા દુઃખ ની લાગણી પ્રસરી ગઈ છે.

છોટાઉદેપુર જિલ્લા પાવીજેતપુર તાલુકા કડવાલ વિસ્તારમાં તા 27 જૂનના રોજ કડવાલ ગામે બે બાળકો નું ખાર કુવામા પડી જતા મોત થયા હતા. તેના 10માં જ દિવસે કડવાલ વિસ્તારના કાલીકુઈ ગામે ત્રણ બાળકોના ખાડામાં પડી જતા મોત થયાની દુખદ ઘટના સામે આવી છે.

હાલ ચોમાસાનો સમય છે ત્યારે આદિવાસી ગ્રામ્ય વિસ્તારમા વરસાદને લઈ ઠેર ઠેર ખાડાઓમા પાણી ભરાતા હોઈ છે. જેને લઈ બાળકોના ડૂબી જવા ના બનાવો સામે આવે છે .આવોજ બનાવ કાલીકુઈ ખાતે બન્યો. એકજ કુટુંબના ભાઈ યોગેશકુમાર ઉમર 7 બહેન હેતલ કુમારી ઉમર 5 અને કોઠીકુઈલી ગામે થી પિયર આવેલ મહિલાનો દિકરો પિયુષ ઉમર 5 આમ ત્રણ બાળકો ફળિયા માં રમી રહ્યા હતા. રમી રહેલા ત્રણ બાળકો ન દેખાતા પરિવારના લોકો એ શોધખોળ કરી હતી પણ કોઈ ભાળ ન મળતા.પરિવાર ચિંતામાં મુકાયા હતા. અને પરિવાર સહિત ગામ લોકો આ ત્રણે બાળકો ને શોધવાના કામે લાગ્યા હતા. કલાકની શોધખોળ બાદ મકાનની બાજુમા જ કાચું બાથરૂમ બનાવતા હતા જ્યાં ખાડામાં બાળકો પડી ગયા હોવાની જાણકારી મળી હતી. જેમાં થી તેઓ ને બહાર કાઢી સરકારી દવાખાને લઈ જતાં તબીબે તેઓ ને મૃત જાહેર કર્યા હતા.

ગામના ત્રણ બાળકોના દુખદ મોતને લઈ આખું ગામ શોકમય બન્યું છે. ગામના સરપંચનું કહેવું છે, કે આદીવાસી સમાજના લોકો બહાર નાવણિયું બનાવતા હોય છે. અને તેની બાજુમા જ બનાવેલા ખાડામાં બાળકો પડી ગયા હતા . જોકે તેમણે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. પણ ત્યાં ત્રણેય બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ગામના સરપંચ તરીકે તેમના જ વિસ્તારમાં 10 જ દિવસમાં ત્રણ બાળકોના મોત થતાં તેઓએ દુખ ની લાગણી વ્યક્ત કરી હતી.

હવે સવાલ એ ઊભો થાય છે કે, બાળકોના મોતના જવાબદાર કોણ? પરિવારની બેદરકારી, પંચાયત કે પછી તંત્રની લાપરવાહી ?

Next Story