Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર: જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સહિત 3 લોકો લાંચ લેતા ઝડપાયા

છોટાઉદેપુર: જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સહિત 3 લોકો લાંચ લેતા ઝડપાયા
X

બાળ મજૂરી અંગેનો ગુનો દાખલ નહીં કરવા માટે 10 હજારની લાંચ લેતા છોટાઉદેપુર

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સહિત 3ને એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ પહેલા પણ

ફરિયાદીએ 10 હજાર રૂપિયા આપ્યા હતા. બાળકો પાસે મજૂરી કામ કરતા કોન્ટ્રાક્ટર પાસે

અધિકારીઓએ લાંચ માંગી હતી. અધિકારીઓની સૂચનાથી લાંચ લેવા માટે ગયેલો ડ્રાઇવર

એ.સી.બી.ના હાથે ઝડપાઇ ગયો હતો.

છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે કોન્ટ્રાક્ટર બાળકો સાથે મજૂરી કામ કરાવતા

હોવાની જાણ છોટાઉદેપુર જિલ્લા બાળ સુરક્ષા વિભાગને થઇ હતી. આથી બાળ સુરક્ષા વિભાગે

કોન્ટ્રાક્ટરને બોલાવી કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. કોન્ટ્રાક્ટરે

કાર્યવાહી ન કરવા માટે વિનંતી કરતા જિલ્લા

બાળ સુરક્ષા અધિકારી બાળભદ્ર લક્ષ્મણદાસ ગઢવી અને સુરક્ષા અધિકારી સંસ્થાકીય સંભાળ

કર્મચારી યતીન માધવભાઈ પાટીલે 20 હજાર રૂપિયાની માંગણી કરી હતી.

કોન્ટ્રાક્ટર રૂપિયા 20 હજારની લાંચ આપવા માંગતા ન હતા. જેથી તેઓએ એસીબીનો

સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે એસીબીએ છટકાનું આયોજન કર્યું

હતું. કોન્ટ્રાક્ટરે અધિકારીઓને ફોન કરીને લાંચની રકમ સેવાસદનની પાછળ આવીને લઇ જવા

માટે જણાવ્યું હતું. કોન્ટ્રાક્ટરનો લાંચ લઇ જવા માટે ફોન જતાં અધિકારીઓએ તેઓના

ડ્રાઇવર કરમસિંગ તલસિંગ રાઠવાને લાંચની રકમ લેવા માટે મોકલ્યો હતો. જ્યાં

કરમસિંગને તેઓના સાહેબો વતી કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા 10,000ની લાંચ લેતા

એ.સી.બી.ના છટકામાં સપડાઇ ગયો હતો. અગાઉ 10 હજાર રૂપિયા આપી દીધા હતા. એ.સી.બી.એ

રૂપિયા 20,000ની લાંચના કેસમાં છોટાઉદેપુર બાળ સુરક્ષા અધિકારી બાળભદ્ર ગઢવી, યતીન

પાટીલ અને ડ્રાઇવર કરમસિંગ રાઠવા સામે લાંચ રૂશ્વત વિરોધી એક્ટ હેઠળ ગુનો નોંધી

કાર્યવાહી હાથ ધરી છે.

Next Story