Connect Gujarat
Featured

છોટાઉદેપુર: એક એવું ગામ કે જ્યાં સાત વર્ષથી સરપંચ જ નથી, જુઓ ગામ લોકોની વેદના

છોટાઉદેપુર: એક એવું ગામ કે જ્યાં સાત વર્ષથી સરપંચ જ નથી, જુઓ ગામ લોકોની વેદના
X

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા માથી વિભાજન થતાં બોડેલી તાલુકો અસ્તિત્વ માં આવતા ઊચાકલમ ગામ ના લોકો ગ્રામ પંચાયત વિહોણા થઈ ગયા છે ગામના લોકો ગામના વિકાસને લઈ વલખાં મારી રહ્યા છે. ગામમાં સરપંચ નથી ત્યારે ગામની સમસ્યા હોય કે ગામના વિકાસ માટેની રજૂઆત ગામના લોકો કરે તો કોને કરે તેવી સ્થિતી માં મુકાયા છે .

સરપંચ ગામના મોભી કહેવાતા હોય છે. ગામમાં કોઈ પણ સમસ્યા ઊભી થાય કે તરત ગામના લોકો સરપંચ પાસે જતાં હોય છે પણ સંખેડા તાલુકામાથી છૂટા પડેલા ઉચાકલમ ગામને બોડેલી તાલુકામાં સમાવિસ્ત કરાતાં આ ગામની પંચાયતને બરખાસ્ત કરવામાં આવી છે. ગામમાં પંચાયત જ ના હોય તો સરપંચ કે પંચાયત ના સદસ્ય પણ ના હોય જેથી ગામ હવે વિકાસથી વંચિત બની ગયું છે . ગામ માં જ્યારે સરપંચ હતા ત્યારે ગામના વિકાસના કામ થયા હતા પરંતુ સાત સાત વર્ષથી પંચાયતનું કોઈ અસ્તિત્વ જ નથી જેને લઈ આજે ગા ના લોકો ગામનો વિકાસ ઝંખી રહ્યા છે .સરપંચ વગરના ગામના લોકો ગામમાં પંચાયત તેમણે મળે તેવી માંગ કરી રહ્યા છે . એવું નથી કે ગામના લોકો તંત્રમાં અને નેતાઓને રજૂઆત કરી ના હોય. રજૂઆત છતા પણ તેમના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી

ગામમાં મતદાન માટેના બૂથ પર પંચાયતની ચુટણીનું મતદાન તો નથી થતું. જોકે આ બૂથ પર લોકસભા, વિધાનસભા , જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત ની ચૂટણી માટે મતદાન થાય છે . ગામ ના લોકો એક આશા સાથે મતદાન કરે છે કે તેમની સમસ્યા નેતાઓ સાંભળસે અને તેમની સમસ્યા નું નિવારણ લાવસે પણ વર્ષોથી તેમની સમસ્યાનું નિવારણના આવતા હવે એજ બૂથ પર આવનારી સ્થાનિક ચુટણી માં ગામના લોકો મતદાન નહી કરે તેવી ગામના લોકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે જોવું રહ્યું કે ગામ લોકોના પ્રશનોનું નિરાકરણ આવે છે કે નહીં

આ પણ જુઓ - ભરૂચ: ભાજપે 31 મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા મેદાને, જુઓ જિલ્લા ભાજપ પ્રમુખે શું કહ્યું

Next Story