Connect Gujarat
Featured

છોટાઉદેપુર: આદિવાસીઓની આસ્થા સમાન ડુંગરનના કિંમતી પથ્થરોનું ગેરકાયદેસર ખનન થતું હોવાના આક્ષેપ,જુઓ સ્થાનિકોએ શું કહ્યું

છોટાઉદેપુર: આદિવાસીઓની આસ્થા સમાન ડુંગરનના કિંમતી પથ્થરોનું ગેરકાયદેસર ખનન થતું હોવાના આક્ષેપ,જુઓ સ્થાનિકોએ શું કહ્યું
X

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રાયપુર વિસ્તારના ડુંગરોના કીમતી પથ્થરોનું ગેરકાયદેસર ખનન થતાં હવે આ વિસ્તારના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાણખનીજ વિભાગ ડુંગરોમાં થતાં ખોદકામને અટકાવે એવી માંગ સાથે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું

છોટાઉદેપુર જિલ્લાનો મોટોભાગ કુદરતી જંગલો તો ડુંગરોની હાળમાળામાં ઘેરાયેલો છે. આવા વિસ્તારોમાં સહેલણિયો પણ અલ્હાદક કુદરતી સૌંદર્યને નિહાળવા આવતા હોય છે પરંતુ કુદરતના અખૂટ ખજાના પર હવે ખાણમાફિયાઓની નજર પડી છે રાયપુર ગામ નજીક આવેલ ચિત્તા ડુંગર પર આદિવાસી સંસ્કૃતિના અવશેષો આવેલા છે . આમ છતાં 2008 માં આ ડુંગરને ખાણ ખનીજ વિભાગે 128 સર્વે નબર પૈકીના ચાર હેક્ટર વિસ્તારને 20 વર્ષ માટે ગ્રેનાઇટના પથ્થર કાઢવા માટે પરવાનગી આપી દેવાતા હવે અહી લીઝ ધારક દ્રારા ડુંગરમાં બાલાસ્ટ કરીને પથ્થરો કાઢી લઈ જવાનું કામ ચાલી રહ્યું છે. ચિત્તા ડુંગરની બિલકુલ બાજુ માં 2000 ની વસ્તી ધરાવતું ગામ રાયપુર આવેલું છે . રાયપુર ગામના લોકોના આક્ષેપ અનુસાર તંત્ર દ્વારા જે પરવાનગી આપવામાં આવી છે એની તેઓને જાણ જ નથી. ડુંગર પર આવેલ વર્ષો જૂના મંદિર પર જઇ તેઓ પૂજા કરે છે. બ્લાસ્ટ કરીને પથ્થર તોડવામાં આવતા નજીકમાં રહેલા ગ્રામજનો માટે સંકટ પણ ઊભું થયું છે. આદીવાસી સંસ્કૃતિને બચાવવા અહી થતું ખોદકામ અટકાવવામાં આવે એવી ગ્રામજનો અને વિવિધ સંગઠનો માંગ કરી રહ્યા છે. જે પથ્થરોને તોડીને લઈ જવામાં આવે છે તેને તોલ કરવા માટેનો કોઈ કાંટો પણ આ વિસ્તારમાં નથી જેથી લીઝધારક દ્રારા ગેરકાયદેસર નું ખનન કરવામાં આવતું હોવાના ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે અને જો તેઓની માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Next Story