Connect Gujarat
દુનિયા

ચીન અને યુ.એસ શોધી રહ્યું છે કોરોનાનો તોડ, રશી શોધનારાઓને મળી માનવી ઉપર પરીક્ષણ કરવાની પરવાનગી

ચીન અને યુ.એસ શોધી રહ્યું છે કોરોનાનો તોડ, રશી શોધનારાઓને મળી માનવી ઉપર પરીક્ષણ કરવાની પરવાનગી
X

ચીને કોરોના વાયરસથી બચવાના હેતુ સર COVID19 રસી પર ઝડપથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. ન્યુઝ મીડિયાના અહેવાલ પ્રમાણે, ચીનમાં પ્રાયોગિક ધોરણે કોરોનાવાયરસ રસી સંશોધન કરનારાઓને હ્યુમન ઉપર પરીક્ષણો શરૂ કરવાની મંજૂરી આપી દેવાઈ છે. સોમવારે યુનાઇટેડ સ્ટેટ્સે કોરોના વાયરસ રસીનું પરીક્ષણ શરૂ કર્યું હતું, જેના પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ રસીના પરિણામ સારા આવ્યા છે. ચીનના વુહાનથી બીજા દેશોમાં ફેલાયેલી કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 7000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

જોકે, કોરોના વાયરસ સામે લડવા માટે હજી સુધી કોઈ દવા મળી નથી. આથી જ આ જીવલેણ વાયરસથી માર્યા ગયેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે અને આ વાયરસ દેશ વિદેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સે સોમવારે કહ્યું કે તેણે કોરોના વાયરસ રસી પર કામ શરૂ કરી દીધું છે. રસીનું પ્રારંભિક પરીક્ષણ 4 લોકો પર કરવામાં આવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો અને પરિણામો સારા આવ્યા હતા. તેમણે એમ પણ માહિતી આપી હતી કે ઇતિહાસમાં પહેલી વાર ટૂંક સમયમાં કોરોના વાયરસની રસી તૈયાર થવા જઈ રહી છે. યુ.એસ. માં કોરોના વાયરસથી ૧૦9 લોકોનાં મોત નીપજ્યાં છે.

કોરોના વાયરસની રસીનું હાલમાં પરીક્ષણ કરવામાં

આવી રહ્યું છે. તેથી તેને તૈયાર થવા માટે થોડા મહિના લાગી શકે છે. કોરોના વાયરસ

દ્વારા અત્યાર સુધીમાં 160 થી વધુ દેશો ચપેટમાં આવી ગયા છે. ભારતમાં, 147 લોકોને

કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 3 લોકોએ જીવ

ગુમાવી ચૂક્યા છે અને 14 લોકો અત્યાર સુધી કોરોના વાઇરસની અસર પછી સાજા થઈ ગયા છે.

Next Story