• દુનિયા
વધુ

    અમેરિકાની ટીમને વાઈરસની તપાસ કરવાની મંજૂરી આપવાની ટ્રમ્પની માગણી ચીને નકારી

    Must Read

    વડોદરા : અંતિમ સંસ્કાર માટે અહેમદ પટેલનો પાર્થિવ દેહ એરપોર્ટ પર આવી પહોંચતા સમર્થકો ઉમટી પડ્યા

    ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું નિધન થયું...

    અંકલેશ્વર : અહેમદ પટેલના નિધનના પગલે ગોયાબજાર વેપારીમંડળ પાળશે એક દિવસનો શોક

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના દુઃખદ નિધનથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગોયાબજાર વેપારી સંગઠનોમાં પણ દુઃખની કાલીમા છવાઈ છે, ત્યારે તેમની અંતિમ વિદાયના પગલે વેપારી...

    ભરૂચ : દેવોની નિંદ્રા ત્યજવાના પર્વ તુલસી વિવાહની કરવામાં આવી ઉજવણી

    કોરોના વાયરસના કારણે તહેવારોની ઉજવણીના રંગમાં ભંગ પડી રહયો છે પણ લોકોની આસ્થા અને શ્રધ્ધા બરકરાર રહી...

    અમેરિકન ટીમને વુહાનની મુલાકાત માટે કોરોના વાઈરસની ઉત્પત્તિની તપાસ માટે પરવાનગી આપે તેવી માગ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી. જે માગણી ચીને ફગાવી દીધી છે. ચીને ટ્રમ્પની માગણીને નકારી કાઢતાં જણાવ્યું કે, ચીન પણ અન્ય દેશોની જેમ કોરોના વાઈરસનો ભોગ બન્યા છે. ચીન આમાં ગુનેગાર નથી.

    યુનાઈટેડ સ્ટેટ્સે તપાસ શરૂ કરી છે કે, શું આ જીવલેણ વાઈરસ વુહાનની ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીમાં બનાવવામાં આવ્યો છે કે કેમ. ટ્રમ્પના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, વાયરસ સમગ્ર માનવ જાતિનો દુશ્મન છે. વાઈરસ દુનિયામાં ગમે ત્યારે કોઈપણ જગ્યાએથી ફેલાઈ શકે છે. અન્ય દેશની જેમ ચીન પણ કોરોના વાઈરસથી પ્રભાવિત છે. આ બાબતે ગુનેગાર નથી પણ પીડિત છે.

    આ દરમિયાન, અમેરિકામાં કોરોના વાઈરસના કારણે 41 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 7 લાખ 64 હજારથી વધુ છે. કોરોના વાઈરસ પ્રથમ વખત ચીનના શહેર વુહાનમાં દેખાયો હતો. ટ્રમ્પ અને ઘણા અમેરિકન નેતાઓએ કોરોના વાઈરસ વિશે પૂરતી માહિતી શેર ન કરવા બદલ ચીન સામે કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે. નવા આંકડા મુજબ ચીનમાં આ રોગચાળાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 4,632 થઈ ગઈ છે.

    ચીને જણાવ્યું કે, કોરોના વાઈરસ ફેલાયો ત્યારથી ચીન પારદર્શક રહીને કાર્ય કરી રહ્યું છે. કોરોના વાઈરસને કાબૂમાં લેવાના ચીનાના પ્રયાસોથી આંતરરાષ્ટ્રીય સમુદાયને મૂલ્યવાન અનુભવ પુરો પાડ્‌યો છે, જેનાથી તેમના દેશોમાં આ કોરોના વાઈરસ સામે લડતમાં મદદ મળી શકે.નોબેલ પ્રાઈઝ વિજેતા ફ્રેન્ચ વૈજ્ઞાનિક લ્યુક મોન્ટાગ્નિઅરે નિવેદન આપ્યું હતું કે, કોરોના વાઈરસ પ્રયોગ શાળામાંથી આવ્યો છે. અને તે એઈડ્સની રસી બનાવવાના પ્રયત્નોનું પરિણામ છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    video

    વડોદરા : અંતિમ સંસ્કાર માટે અહેમદ પટેલનો પાર્થિવ દેહ એરપોર્ટ પર આવી પહોંચતા સમર્થકો ઉમટી પડ્યા

    ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું નિધન થયું...
    video

    અંકલેશ્વર : અહેમદ પટેલના નિધનના પગલે ગોયાબજાર વેપારીમંડળ પાળશે એક દિવસનો શોક

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના દુઃખદ નિધનથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગોયાબજાર વેપારી સંગઠનોમાં પણ દુઃખની કાલીમા છવાઈ છે, ત્યારે તેમની અંતિમ વિદાયના પગલે વેપારી મંડળ દ્વારા એક દિવસનો શોક વ્યક્ત કરવામાં આવશે.
    video

    ભરૂચ : દેવોની નિંદ્રા ત્યજવાના પર્વ તુલસી વિવાહની કરવામાં આવી ઉજવણી

    કોરોના વાયરસના કારણે તહેવારોની ઉજવણીના રંગમાં ભંગ પડી રહયો છે પણ લોકોની આસ્થા અને શ્રધ્ધા બરકરાર રહી છે. બુધવારના રોજ ભરૂચ સહિત...
    video

    રાજકોટ : બિલ્ડીંગના 12માં માળેથી યુવકે લગાવી મોતની છલાંગ, ઘટના થઈ CCTVમાં કેદ

    રાજકોટમાં ફરી એક વખત આપઘાતનો બનાવ સામે આવ્યો છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ અયોધ્યા ચોક પાસે ધ સ્પાયર નામની...
    video

    અમદાવાદ : શહેરના બગીચાઓ હવે માત્ર ચાર કલાક માટે ખુલ્લા રહેશે, કોર્પોરેશને ફરીથી બદલ્યો નિયમ

    અમદાવાદમાં જે પ્રમાણે કોરોના સક્ર્મણ વધી રહ્યું છે તેને લઈને કોર્પોરેશન રોજ નવા નિયમો લાવે છે જેમાં અનલોક માં જે ગાર્ડન ખોલવામાં...

    More Articles Like This

    - Advertisement -