Connect Gujarat
દુનિયા

અમેરિકા પહોંચ્યો ચીનનો જીવલેણ કોરોના વાયરસ, ભારતમાં પણ એલર્ટ

અમેરિકા પહોંચ્યો ચીનનો જીવલેણ કોરોના વાયરસ, ભારતમાં પણ એલર્ટ
X

કોરોના વાયરસ સતત

વધી રહ્યો છે. આ વાયરસ હવે વુહાનથી નીકળતાં અન્ય દેશોમાં પહોંચી રહ્યો છે. ખાસ

કરીને, જે લોકો વુહાનથી અન્ય શહેરો અથવા દેશોની મુસાફરી કરી

રહ્યા છે, તેમના ઝરીએ આ વાયરસ વધવાનો સૌથી વધુ જોખમ છે.

અમેરિકામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ભારતમાં વાયરસના ભયને ધ્યાનમાં

રાખીને એલર્ટ કરાયું છે.

ચીનના વુહાનમાં

વિકસિત જીવલેણ કોરોના વાયરસ (Coronavirus) હવે સરહદ પાર કરી ગયો છે.

તેની અસર અમેરિકામાં પણ જોવા મળી રહી છે, જ્યાં કોરોના

વાયરસનો પહેલો કેસ સામે આવ્યો છે. ચીનમાં આ વાયરસથી અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત

નીપજ્યાં છે.

યુ.એસ.ના આરોગ્ય

વિભાગે મંગળવારે તેની ધરતી પર આ નવા વાયરસના ઉદભવની પુષ્ટિ કરી છે. આરોગ્ય વિભાગ

દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ વાયરસ વોશિંગ્ટન નજીક એક 30 વર્ષીય

વ્યક્તિમાં જોવા મળ્યો હતો.

વોશિંગ્ટનમાં આરોગ્ય

અધિકારીઓએ કહ્યું, 'આ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે એટલા

માટે નથી કે તે ગંભીર રીતે બીમાર છે, પરંતુ તેને તપાસ

માટે દાખલ કરવામાં આવ્યો છે. હાલ યુવકની સ્થિતિ વધુ સારી જણાવાઈ રહી છે.

વ્યક્તિ વુહાનથી અમેરિકા પહોંચ્યો

કોરોના વાયરસની

ઉત્પત્તિ ચીનના વુહાનમાં થઈ છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો

સંવેદનશીલ છે. જે વ્યક્તિમાં આ વાયરસ અમેરિકમાં જોવા મળ્યો છે, તે 15 જાન્યુઆરીએ વુહાનથી અમેરિકા પહોંચ્યો હતો. અખબારોમાં વાયરસના સમાચાર

વાંચ્યા પછી, આ વ્યક્તિ એક ચેકઅપ માટે પહોંચ્યો, જ્યાં વાયરસનો ખુલાસો થયો.

આ કેસના આગમન પછી, વુહાનથી આવતી ફ્લાઇટ્સ પર વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે. અને

મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે.

ભારતીય એરપોર્ટ્સ પર

પણ ચેતવણી

ભારતમાં ચીનથી આવતા

મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી, મુંબઇ અને

કોલકાતા ઉપરાંત ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને કોચિન એરપોર્ટ પર ચીનથી આવતા મુસાફરોની તપાસ કરવામાં આવી રહી

છે.

ડિસેમ્બરમાં પહેલો

કિસ્સો બહાર આવ્યો હતો

ડિસેમ્બર 2019માં

ચીનના વુહાનમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારથી, આ વાયરસ ઝડપથી વધી રહ્યો છે. અત્યાર સુધીમાં સાડા ચારસો જેટલા લોકો આ

વાયરસમાં સપડાઈ ગયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) પણ બુધવારે આ

મુદ્દે તાકીદની બેઠક યોજી રહી છે.

Next Story