Connect Gujarat
Featured

છોટાઉદેપુર: બુટલેગરના પરિવારજનોએ પોલીસકર્મી સાથે કરી ઝપાઝપી, જુઓ કારણ

છોટાઉદેપુર: બુટલેગરના પરિવારજનોએ પોલીસકર્મી સાથે કરી ઝપાઝપી, જુઓ કારણ
X

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઘૂટિયા ગામ નજીક દારૂની ખેપ મારતા બુટલેગરને પોલીસ દ્વારા રોકવા જતાં તેની મોટર સાઇકલ સ્લીપ થઈ જતાં ગંભીર ઇજા પહોચી હતી જોકે પોલીસે બુટલેગરને માર માર્યો હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ પોલીસ સ્ટેશન પર હલ્લો મચાવતા વાતાવરણ ગરમાયું હતું.

છોટાઉદેપુર તાલુકાના ખોરવાણિયા ગામના રાજેશ રાઠવા અને તેનો મિત્ર લીલેશ રાઠવા તા. 1-ફેબ્રુઆરીના રોજ મોટર સાઇકલ પર દારૂ લઈ ચીલાવાડા ગામે ડિલિવરી આપવા જઈ રહ્યા હતા. ધૂટિયા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પોલીસને જોતા બાઇક સવાર રાજેશે રોંગ સાઈડથી પસાર થવા જતાં બાઇક સ્લીપ થઈ ગઈ હતી. જેમાં રાજેશને માથા ના ભાગે ગંભીર ઇજા પહોચતા તેને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો છે.

પોલીસે રૂપિયા 29 હજાનો દારૂ બાઇક અને મોબાઈલ મળી કુલ 99 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી બાજુ ગામ લોકો અને બાઇક પર સવાર લીલેશનું કહેવું છે કે પોલીસે માથાના ભાગે દંડો મારતા તેઓ ત્યાં જ પટકાયા હતા અને બાદમાં પી.એસ.આઈ. દ્વારા તેને ઢોર માર મારવામાં આવ્યો હતો ત્યારે પોલીસકર્મીઓ સામે પણ ફરિયાદ દાખલ તેવી માંગ સાથે લોકોએ હલ્લો મચાવ્યો હતો અને પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી.

આ અંગેની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા અને મહિલાઓને સમજાવવાની કોશિશ કરી હતી આખો દિવસ ચાલેલ હંગમાં ને લઈ આખરે પોલીસે બાઇક પર સવાર લીલેશ રાઠવાની ફરીયાદ લઈ પી.એસ.આઇ વિષ્ણુ પ્રજાપતિ સહિત બે પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ કર્યો છે.

Next Story