Connect Gujarat
Featured

છોટા ઉદેપુર : નસવાડીમાં કમોસમી વરસાદે કપાસનો વાળ્યો દાટ, જીનની બહાર રાખેલો કપાસ પલળ્યો

છોટા ઉદેપુર : નસવાડીમાં કમોસમી વરસાદે કપાસનો વાળ્યો દાટ, જીનની બહાર રાખેલો કપાસ પલળ્યો
X

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં કમોસમી વરસાદ થતા જીનીંગમાં રાખવામાં આવેલો કપાસ પલળી જતા લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે હવામાન ખાતાની આગાહી હોવા છતાં જીનીંગ સત્તાધીશોની બેદરકારીના કારણે નુકશાન થયું હોવાનો આક્ષેપ ખેડુતો કરી રહયાં છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની સંભાવના છે જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, નર્મદા અને દાહોદ, ભાવનગર, તાપી નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં માવઠું થઇ શકે છે ત્યારે નસવાડીમાં અચાનક કમોસમી વરસાદ થતા જિનિંગમાં બહાર રાખેલ કપાસ અને કપાસની ગાંસડીઓ પલળી ગઈ હતી. 400 ગાંસડીઓ પલળી જતા જગતના તાતને લાખો રૂપિયાનું નુકશાન થયું છે. રાજ્યના હવામાન વિભાગર કમોસમી વરસાદની આગાહી કરી છે તો જિનિંગ સતાવાળાઓએ કેમ કોઈ પગલાં ના લીધા અને કેમ બેદરકારી દાખવામાં આવી તેને લઇ ખેડુતોમાં ગુસ્સો છે. છોટાઉદેપુર ઉપરાંત નર્મદા જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે.

Next Story