Connect Gujarat
Featured

છોટઉદેપુર: બોડેલીની જ્વેલરી શોપમાં 8 તોલા સોનાની ચોરી, જુઓ ચોરીની ઘટનાના સીસીટીવી

છોટઉદેપુર: બોડેલીની જ્વેલરી શોપમાં 8 તોલા સોનાની ચોરી, જુઓ ચોરીની ઘટનાના સીસીટીવી
X

છોટાઉદેપુરના બોડેલીમાં શાક માર્કેટ વિસ્તારમાં આવેલ સુહાની જવેલર્સ નામની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમા આવેલ અજાણ્યો ઇસમ 80 થી 90 ગ્રામ જેટલુ સોનુ લઇ ફરાર થઈ જવાની બનેલી ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બનાસકાંઠાનાં ડીસાના રહેવાસી કાંતિ માલી જેઓની સુહાની જવેલર્સ નામની દુકાન બોડેલીનાં ભરચક એવાં શાકમાર્કેટ વિસ્તારમાં આવેલી છે, સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં તેઓ તેમના ભત્રીજા નિતીન ચેનાજીને દુકાન પર બેસાડી કોઇ કામ અર્થે બહાર ગયા હતા. તે દરમિયાન એક અજાણ્યો ઇસમ તેમની દુકાનમાં પહોંચી જઈ અને મારે બે ગ્રામનું માદરીયુ જોઇએ છે તેમ કહી માદરીયુ માગ્યુ હતુ ત્યાર બાદ તેણે કહ્યુ કે મારે અંદર નાંખવા થોડુ સોનુ પણ જોઇએ છે એમ કહી રૂપિયા આપ્યા હતા.

આ બાદ દુકાનદારની નજર ચૂકવી સોનાના દાગીના ભરેલા ડબ્બામાથી 80 થી 90 ગ્રામ સોનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ કરતાં દુકાનમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં ચોરીની ઘટના કેદ થઈ હતી. જેના આધારે પોલીસે ભેજાબાજની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. આ તરફ જ્વેલરીશોપના માલિકનો ભત્રીજો બે શુધ્ધ થઈ જતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

Next Story