Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર: કથળતા શિક્ષણને લઇ શિક્ષક દ્વારા કરાયો અનોખો પ્રયાસ ...જાણો શું?

છોટાઉદેપુર: કથળતા શિક્ષણને લઇ શિક્ષક દ્વારા કરાયો અનોખો પ્રયાસ ...જાણો શું?
X

ગુજરાત રાજ્યમા છોટાઉદેપુર જીલ્લા ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સૌથી નીચુ આવ્યુ છે ત્યારે પાયા ના શિક્ષણ મા સુધારો થાય તે હેતુથી બોડેલી તાલુકા ના છત્રાલી ગામ ના શિક્ષક વિસાલ પંડયા એ ઢોલ નગારા સાથે વાલી ઓનો સંપર્ક કર્યો. વેકેશન દરમિયાન બાળકો ને બે કલાક શાળા એ અભ્યાસ માટે મોકલે તે માટે વાલી ઓને સમજાવવા ઢોલ નગારા સાથે ઘરે ઘરે ફર્યા હતા.

બોડેલી તાલુકા ના છત્રાલી ગામ ના વિસાલ પંડયા શિક્ષક બાળકો ને વેકેશન ના સમય દાન કરી બાળકો ને શિક્ષણ આપવા નિકળ્યા હતા. બાળકના કાચા રહેલા અભ્યાસને વેકેશનમાં પાકો કરી આગળની કક્ષા માં સારું ભણે તે માટે શિક્ષક દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે.

Next Story