Connect Gujarat
Featured

ભરૂચ: દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ ખેડૂત આંદોલન શરૂ થશે? જુઓ ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાએ સરકારને શું આપી ચેતવણી

ભરૂચ: દિલ્હી બાદ હવે  ગુજરાતમાં પણ ખેડૂત આંદોલન શરૂ થશે? જુઓ ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાએ સરકારને શું આપી ચેતવણી
X

દિલ્હી-ઉત્તર પ્રદેશ બોર્ડર પર ગાજીપુરમાં એકઠા થયેલા ખેડૂતોનું આંદોલન તેજ અને હિંસક થે રહ્યું છે ત્યારે આદિવાસીઓના મસીહા ગણાતા ઝઘડિયાના BTP ના ધારાસભ્ય છોટુ વસાવાએ ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતના સમર્થન માં આવી સરકારને ખુલ્લી ચેતવણી આપી છે .

કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોનું પ્રદર્શન દિવસે અને દિવસે વધુ આક્રમક બની રહ્યું છે ત્યારે ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા અને આગેવાન રાકેશ ટિકૈત ગુરુવારે સાંજે મીડિયા સમક્ષ અશ્રુભરી આંખે તૂટી પડ્યા બાદ આ આંદોલનને વધુ વેગ મળ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે અનેક ગામોના ખડૂતો આંદોલનમાં જોડાયા છે જેમાં ભરૂચના ટ્રાયબલ વિસ્તાર ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ પણ ટવીટ કરી ખેડૂત આંદોલનને પોતાનો ખુલ્લો ટેકો જાહેર કર્યો છે.

છોટુ વસાવાના પર્સનલ ટ્વીટર એકોઉંન્ટ પરથી થયેલ ટવીટ અનુસાર ‘રાકેશ ને એક ખરોચ આવી તો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી વિરોધ કરશે’ તેમ આદિવાસી બાહુબલી નેતાએ ખુલ્લી ચેતવણી આપી છે. વધુમાં તેઓએ એમ પણ જણાવ્યું છે કે આ આંદોલન ગમે ત્યારે ગુજરાતમાં શરૂ થઇ શકે છે જે માટે સરકાર અને તંત્ર તૈયાર રહે.

Next Story