Connect Gujarat
Featured

સિવિલે તમામ હદ વટાવી : પરિવારને મોઢું બતાવાયા વિના અગ્નિસંસ્કાર કરાવ્યા, બાદમાં ફોન આવ્યો દર્દી તો હોસ્પિટલમાં છે

સિવિલે તમામ હદ વટાવી : પરિવારને મોઢું બતાવાયા વિના અગ્નિસંસ્કાર કરાવ્યા, બાદમાં ફોન આવ્યો દર્દી તો હોસ્પિટલમાં છે
X

અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. આ વખતે તો સિવિલ હોસ્પિટલે તમામ હદો વટાવી છે. કોઈને બદલે કોઈને મોકલીને અંતિમસંસ્કાર કરાવડાવી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. દર્દી તો હજુ સિવિલમાં દાખલ છે અને પરિવારજનોને મૃતદેહ સોંપી દીધો. મોઢૂ પણ જોવા ન દીધું. પાછળથી કહે કે દર્દી જીવતો છે. તો પછી અંતિમવિધિ કોના કરાવડાવી દીધા? જેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

સિવલ પોતાની બેદરકારી માટે જાણીતી છે. એશિયાની આ સૌથી મોટી હોસ્પિટલમાં લાખો દર્દીઓ સારવાર લે છે અને હજારો દર્દીઓ દમ તોડે છે. કોરોનાને કારણે 400થી વધારે દર્ધી સિવિલમાં દમ તોડી ચૂક્યા છે ત્યારે આજે ફરી એકવાર સિવિલનો ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર નિકોલના એક વ્યક્તિનું અચાનક સુગર લેવલ વધી જતાં 28મી તારીખના રોજ તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 29મી મેના રોજ હોસ્પિટલ તંત્ર દ્વારા કહેવામાં આવ્યુ કે દર્દીનું કોરોનાથી મોત થઈ ગયુ છે. પરિવારજનોને મૃતદેહનું મોઢુ પણ ન જોવા દીધુ. એટલું જ નહીં પરિવારના 2 સભ્યો દ્વારા PPE કિટ સાથે મૃતકની અંતિમવિધી પણ કરી દેવામાં આવી. પરિવારજનો કહેતા રહ્યા પણ તેમને અંતિમ દર્શન માટે ઘરના મોભીનો ચહેરો પણ ન જોવા મળ્યો. વાત આટલેથી અટકી ન ગઈ. 30મી મેના રોજ પરિવારને સિવિલ કંટ્રોલરૂમમાંથી ફોન આવે છે કે, દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એટલું જ નહીં પરંતુ દર્દીને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. પરિવાર હબક ખાઈ ગયો કે તો પછી જેમની અંતિમ વિધિ કરી દીધી તે મૃતદેહ કોનો હતો?

Next Story