Connect Gujarat
ગુજરાત

CIVIL કે DEVIL : ચાર મહાનગરોમાં 350થી વધુ નવજાત શિશુના મોત

CIVIL કે DEVIL : ચાર મહાનગરોમાં 350થી વધુ નવજાત શિશુના મોત
X

રાજયના ચાર

મહાનગરોમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં 350થી વધારે નવજાત શિશુઓના મોતના બહાર

આવેલાં આંકડાઓએ સરકારને દોડતી કરી દીધી છે. રાજયના આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ

તાબડતોડ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

ગુજરાતના ચાર શહેરોમાં ડિસેમ્બર મહિનામાં નવજાત બાળકોના મોતના આંકડા સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં 66 બાળકોના તેમજ 2018માં 262 બાળકોના મોત થયાનું હોસ્પિટલના ચોપડે નોંધાયું છે. નવજાત બાળકોના મોતના આંકડા સામે આવ્યાં બાદ રાજયના આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની મુલાકાત બાદ તેમણે જણાવ્યું હતું કે, અન્ય હોસ્પિટલમાંથી સારવાર અર્થે આવેલ નવજાત બાળકોના મોત થયા હોવાનું હાલના તબકકે જણાય રહયું છે.

રાજસ્થાનના

કોટા શહેરમાં 107 જેટલા નવજાત

શિશુઓના મોત બાદ રાજકોટની ચિલ્ડ્રન હોસ્પિટલની સ્થિતિની ચકાસણી કરવામાં આવી ત્યારે

તેમાં ચોંકાવનારા આંકડા બહાર આવ્યાં છે. ડિસેમ્બર મહિનામાં રાજકોટની ચિલ્ડ્રન હોસ્પિટલમાં 111 બાળકોના મોત થયાં છે. 2019ના આખા વર્ષ દરમિયાન 1,235 જેટલા બાળકોના જીવનદીપ બુઝાયાં છે. સિવિલ

હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ મનીષ મહેતાએ જણાવ્યુ હતુ કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં

પૂરતો સ્ટાફ અને પૂરતા સાધનો છે. સરકાર તરફથી પણ જરૂરી મદદ કરવામાં આવે છે તેમ છતાં શા

માટે બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે.

રાજકોટ

સિવિલના સુપ્રિન્ટેડેન્ટે એવો પણ દાવો કર્યો છે કે, 2018 કરતા 2019માં ઓછા મોત થયા છે તેમજ 2018 કરતા 2019 માં મૃત્યુ દર એક ટકો ઓછો રહયો છે.

ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોના પરિવારજનો સાથે વાતચીત કરવાનો

પ્રયત્ન કર્યો ત્યારે તેમણે માત્ર એક જ સૂર વ્યક્ત કર્યો છે કે હોસ્પિટલના તંત્રની ઘોર બેદરકારી છે અને વ્યવસ્થિત

સારવાર આપવામાં આવતી નથી.

Next Story