નવરાત્રીમાં થયેલ બોલાચાલીની અદાવતમાં મારક હથિયારોથી કરાયો હૂમલો

અંકલેશ્વરના જૂનાદીવા ગામે નવરાત્રીમાં થયેલી બોલાચાલીની અદાવત રાખી એક જ કોમના બે જૂથ સામસામે આવી જતાં મારક હાથિયારો વડે હૂમલો કરાયો હતો. જેમાં એક મહિલા સહિત ત્રણ યુવાનોને નાની મોટી ઇજાઓ થતાં તમામને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લવાયા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વરના જૂનાદીવા ગામે મંદિર ફળિયામાં રહેતા રોહિત નરેશ વસાવા(ઉ.વર્ષ ૧૮), કિશન છોટુ વસાવા (ઉ.વર્ષ.૧૯), જયેશ કાલિદાસ વસાવા(ઉ.વર્ષ.૨૮), રેખા નરેશ વસાવા(ઉ.વર્ષ.૩૫) ગત તારીખ 6ની રાતે કામ અર્થે રામજી મંદિર નજીકથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ગામના સરપંચ તથા તેમના છોકરાઓએ તેમના મળતીયાઓ સાથે મળી નવરાત્રિ દરમિયાન થયેલી બોલાચાલીની રીશ રાખી તેમને આંતરી, તેમની સાથે બોલાચાલી કરી અચાનક પાઇપ, તલવાર, લાકડાના સપાટા વડે હૂમલો કરતાં તમામને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે ૧૦૮ મારફત ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લવાતા પ્રાથમિક સારવાર અપાઈ હતી. આ બનાવની જાણ અંકલેશ્વર પોલીસને કરાતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

LEAVE A REPLY