Connect Gujarat
ગુજરાત

CM વિજય રૂપાણી વલસાડમાં, શાળા પ્રવેશોત્સવમાં આપી હાજરી

CM વિજય રૂપાણી વલસાડમાં, શાળા પ્રવેશોત્સવમાં આપી હાજરી
X

વલસાડના અબ્રામા ખાતે શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંએ વિદ્યાર્થીઓનું કરાવ્યું નામાંકન

રાજ્ય સરકાર દ્વારા હાલમાં બીજા તબક્કાનો શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી વલસાડના અબ્રામા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતાં. જ્યાં તેમણે શિક્ષણને લઈને રાજ્ય સરકાર કટીબધ્ધ હોવાની સાથે આવનારા પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="53047,53048,53049"]

અબ્રામા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન સ્ટુડન્ટસ અને વાલીઓને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યુંહતું કે, એક પણ બાળક શાળાએ જતા વંચિત ન રહે તેવી રાજ્યસરકારની નેમ છે. રાજ્ય સરકાર શાળાઓના આધુનિકીકરણ માટે પણ કાર્યરત છે. શાળાઓમાં બ્લેકબોર્ડને ભૂતકાળ બનાવી દેવા માટે પ્રયાસો થઈ રહ્યાં છે. બ્લેકબોર્ડની જગ્યાએ સ્માર્ટબોર્ડથી બાળકોને ક્લાસરૂમમાં શિક્ષણ આપવામાં આવશે. હાલ પ્રાથમિક શાળઆમાં ધોરણ 7 અને 8માં સ્માર્ટબોર્ડ શરૂ કરી દેવામાં આવ્યાં છે. અને ક્રમશઃ તે આગળ વધારવામાં આવશે. આ સાથે તેમણે ગઈકાલે વડોદરાની શાળામાં વિદ્યાર્થીની થયેલી હત્યા અંગે ચિંતા સાથે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.

Next Story