Connect Gujarat
ગુજરાત

CM રૂપાણી રાજકોટમાં, કેશુભાઇના પુત્રના બેસણામાં આપી હાજરી

CM રૂપાણી રાજકોટમાં, કેશુભાઇના પુત્રના બેસણામાં આપી હાજરી
X

કેશુભાઇના રાજકોટ સ્થિત ઘરે યોજાયેલા શાંતિયજ્ઞમાં CMએ આપી આહુતિ

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના સૌથી મોટા પુત્ર જગદીશ પટેલનું રવિવારે અમદાવાદમાં દુ:ખદ અવસાન થયું હતું. અમદાવાદમાં જ તેમની સ્મશાનયાત્રા નીકળી હતી. આજે ગુરૂવારે રાજકોટમાં સવારે 10થી 12 વાગ્યા સુધી જનકલ્યાણ કોમ્યુનિટી હોલ ખાતે બેસણું રાખવામાં આવ્યું હતું. બપોર પછી કેશુભાઇના રાજકોટ સ્થિત ઘરે શાંતિયજ્ઞ યોજાયો હતો. જેમાં સીએમ વિજય રૂપાણીએ આહુતિ આપી પરિવારને સાંત્વના પાઠવી હતી.

ઓશો સંન્યાસી એવા જગદીશભાઇ ઘણા સમયથી રાજકોટમાં સ્થાયી થયા હતા. મવડી પ્લોટ ખાતે કારખાનું હતું જે બંધ કરી ઓશો સેન્ટર ચાલુ કરી સેવાકીય પ્રવત્તિઓ સાથે જોડાયા હતા. રક્ષાબંધનના દિવસે અમદાવાદ ખાતે તેઓના બહેનને ત્યાં રાખડી બંધાવવા ગયા હતા. ત્યાં જ તેમને હૃદયરોગનો હુમલો આવતા તેઓનું નિધન થયું હતું. જગદીશભાઇનું ઉપનામ સ્વામી દેવતીર્થ ભારતી હતું. વર્ષ 2012ના ફેબ્રુઆરીમાં તેમણે ઓશો સેન્ટર શરૂ કર્યું હતું. જેનું ઉદ્ધાટન સુર્ફીમા માસ્ટરમાં પ્રેમ નઝીલા દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ ઓશો સેન્ટરનું નામ ઓશો આનંદધામ ધ્યાનમંદિર રાખેલું હતું. તેઓએ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ખાતે 2009માં ઓશો સંન્યાસ લીધો હતો.

Next Story