Connect Gujarat
ગુજરાત

CM વિજય રૂપાણીએ BSFનાં જવાનો સાથે ઉજવી દિવાળી, પાઠવી શુભેચ્છા

CM વિજય રૂપાણીએ BSFનાં જવાનો સાથે ઉજવી દિવાળી, પાઠવી શુભેચ્છા
X

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે બનાસકાંઠાના સરહદી વિસ્તાર નડાબેટ ખાતે પહોંચ્યા હતા. તેમણે બીએસએફના જવાનો સાથે દિવાળી મનાવી હતી. તો જવાનોએ ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સીએમ રૂપાણીએ ભક્તિભાવપૂર્વક નડેશ્વરી માતાનાં દર્શન અને પૂડા અર્ચના પણ કરી હતી.

સીએમ રૂપાણીએ નડાબેટમાં BSFના જવાનો સાથે દિવાળી મનાવી અને તેમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ સાથે મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસ નાથન. બીએસએફના આઈ.જી જી એસ મલિક અને અંજલિ રૂપાણી પણ જોડાયા હતા. સીએમ રૂપાણી જવાવ્યું કે સીમા દર્શન કાર્યક્રમને વ્યાપક સફળતા મળી છે અને અંદાજે 10 લાખથી વધુ લોકોએ આ સરહદના પ્રવાસનો રોમાંચ માણ્યો છે.

[video width="400" height="206" mp4="https://gujarati.connectgujarat.com/wp-content/uploads/2018/11/WhatsApp-Video-2018-11-07-at-4.01.45-PM.mp4"][/video]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી પ્રસંગે બીએસએફના જવાનોને મળી શુભેચ્છા આપવાની પ્રણાલિકા શરૂ કરી છે તે સીએમ રૂપાણીએ પણ નિભાવી છે. બીએસએફ જવાનોના અજોડ સાહસ, શૌર્ય અને વિરતાના લીધે સીમાઓ સુરક્ષિત છે અને દેશ વાસીઓ શાંતિથી સુઈ શકે છે. બોર્ડર પર સુરક્ષા જવાનો સાથે મુલાકાત લેવાથી તેમની મુશ્કેલીઓ જાણી તેને હલ કરી શકાય છે.

વિજય રૂપાણીએ કહ્યું કે જવાનો માટે બોર્ડર પર પીવાનું સ્વચ્છ પાણી, મોબાઇલ નેટવર્ક માટે ટાવર વગેરે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. રણના આ પ્રદેશમાં ધૂળ અને માટી ઊડતી રહેતી હોય છે તેવા સંજોગોમાં જવાનોની આંખોની રક્ષા માટે ખાસ પ્રકારના ગોગલ્સ ચશ્મા અપાશે.

Next Story