Connect Gujarat
ગુજરાત

લીંબડી-અમદાવાદ હાઈવે પર દેવપરા પાસે ડમ્પરની ટક્કરે લક્ઝરી પલ્ટી : ૧૦ ઘાયલ

લીંબડી-અમદાવાદ હાઈવે પર દેવપરા પાસે ડમ્પરની ટક્કરે લક્ઝરી પલ્ટી : ૧૦ ઘાયલ
X

જામજોધપુરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસે જતા 10 બાળકો ઘાયલ

લીંબડી નેશનલ હાઈવે પરના દેવપરાના પાટીયા પાસે ડમ્પરે

ટક્કર મારતા ખાનગી લક્ઝરી પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. જામજોધપુરથી કાવડીયા

કોલોની પ્રવાસે જતી ખાનગી બસમાં સવાર ૧૦ બાળકો અને ૨ શિક્ષકોને ઈજા પહોંચતા સારવાર

અર્થે બગોદરા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા. જયારે અકસ્માત સર્જનાર ડમ્પર

ચાલક પણ ઘવાયો હતો.

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર તા.30 ડિસેમ્બરની મોડી રાતે જામજોધપુરની સંસ્કાર વિદ્યાલયના

૩૫ જેટલા વિદ્યાર્થી અને 5થી વધુ શિક્ષકો કાવડીયા

કોલોની સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે જઈ રહ્યા હતા. તા.31 ડિસેમ્બરે વહેલી સવારે 2:00 વાગ્યે લીંબડી હાઈવે

પરના દેવપરાના બોર્ડ નજીક પાછળથી માતેલા સાંઢની જેમ આવતા ડમ્પર ચાલકે સ્ટેરીંગ પર

કાબુ ગુમાવી લક્ઝરીને ટક્કર મારતા બસ પલટી ખાઈ ગઈ હતી. પાછળ ડમ્પર પણ ગલોટીયું ખાઈ

રોડ નીચે ઉતરી ગયું હતું. અકસ્માત સર્જાયા પહેલા બસમાં ગમ્મત કરી રહેલા બાળકોની

ચીસોથી હાઈવે રોડ ગુંજી ઉઠ્યો હતો.

લીંબડી હાઈવે પર જોતજોતામાં ટ્રાફિક જામના દ્રશ્યો

સર્જાયા હતા. પાણશીણા પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

રાહદારીઓની મદદથી પોલીસે બાળકો અને શિક્ષકોને બહાર કાઢ્યા હતા. અકસ્માતને કારણે ૧૦ વિદ્યાર્થીઓ અને ૨ શિક્ષકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

ઘાયલોને સારવાર અર્થે 108ની મદદથી બગોદરા

આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.

Next Story