Connect Gujarat
ગુજરાત

“કરૂણા અભિયાન” : વલસાડમાં પતંગ-દોરીથી ઘવાયેલા 225 પક્ષીઓને બચાવાયા

“કરૂણા અભિયાન” : વલસાડમાં પતંગ-દોરીથી ઘવાયેલા 225 પક્ષીઓને બચાવાયા
X

ભારત વિવિધતામાં એકતાનો દેશ છે. અવનવા તહેવારોથી આખુ વર્ષ દેશમાં ઉત્‍સવોનો દોર ચાલ્‍યા કરતો હોય છે. પરંતુ કયારેક માનવ જીવનના ઉત્‍સવો પૃથ્‍વી ઉપરના અન્‍ય જીવો અને પર્યાવરણ માટે નુકશાનકારક બની જાય છે. ઉત્તરાયણના તહેવારમાં લોકો તલ ગોળના લાડુ અને ચીક્કી ખાવામાં અને પતંગ ચગાવી મંદમંદ પવન સાથે તડકાની મઝા માણતા હોય છે, ત્‍યારે અમુક લોકો એવા પણ છે, જે પતંગના દોરામાં ફસાયેલા અબોલા પક્ષીઓના જીવને બચાવવાનું કામ કરી સંક્રાંતિ મનાવતા હોય છે.

રાજ્‍ય સરકાર દ્વારા ઉત્તરાયણ

તહેવાર નિમિત્તે તા. 10 જાન્‍યુઆરીથી 20 જાન્‍યુઆરી સુધી કરૂણા અભિયાન

કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જિલ્લા કલેકટર સી.આર.ખરસાણની રાહદારી

હેઠળ વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્‍તારને આવરી લઇ સરકારના તમામ વિભાગો, સરકારી સંસ્‍થાઓ, શૈક્ષણિક સંસ્‍થાઓ તથા સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ મળી કરૂણા અભિયાન કાર્યક્રમને

સફળતા પૂર્વક પૂર્ણ કરવા એક ટીમ બની કામ કર્યુ છે. વલસાડ જિલ્લામાં જાહેર જનતાને

કોઇ વિસ્‍તારમાં ઘાયલ પક્ષી જણાય તો હેલ્‍પલાઇન નંબર અથવા એન.જી.ઓના સંપર્ક કરવા

ટીમ તૈયાર કરવામાં આવી હતી. જેમાં 9 કંટ્રોલ રૂમ, 10

પશુ દવાખાનાના કેન્‍દ્રો, 17 કલેકશન સેન્‍ટરો, 65 સ્‍વયંસેવકો, 87 કર્મચારીઓ, 25 પક્ષી બચાવની ટીમો, 14 એન.જી.ઓ અને અસંખ્‍ય

જાગૃત નાગરિકો જોડાયા હતા. આ તમામ પક્ષીપ્રેમીઓને સમગ્ર અભિયાન દરમ્‍યાન કુલ 256

ધવાયેલા નાના મોટા પક્ષીઓ મળ્‍યા હતા. જેમાંથી 225 પક્ષીઓ જીવંત છે અને 31 પક્ષી

મૃત્‍યુ પામ્‍યા હતા. મૃત્‍યુ પામેલા પક્ષીઓને એન.જી.ઓની ટીમ અને જંગલ ખાતા દ્વારા

અગ્નિદાહ આપવામાં આવ્‍યા હતા.

Next Story