Connect Gujarat
Featured

આણંદ: નોઇડાની કંપની સામે નોધાઈ રૂપિયા 2.50 કરોડની છેતરપિંડીની ફરિયાદ,જુઓ આખો મામલો

આણંદ: નોઇડાની કંપની સામે નોધાઈ રૂપિયા 2.50 કરોડની છેતરપિંડીની ફરિયાદ,જુઓ આખો મામલો
X

વેપારમાં થતી નાંણાકીય લેવડદેવડમાં રૂપિયા 2.50 કરોડની છેતરપિંડીનો કિસ્સો આણંદ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાયો છે. ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા દ્વારકેશ ટ્રાન્સપોર્ટ ના માલિકોએ નોયડાની આઇનોક્સ કંપની સામે કરોડોની છેતરપિંડીની ફરિયાદ કરી છે.

નોઇડામાં કોર્પોરેટ અને વડોદરાના ઓપીરોડ પર રજી. ઓફીસ ધરાવતી આઇનોક્સ ઇનફ્રા અને આઇનોક્સ વિન્ડ સામે દ્રારકેશ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના માલીકે કરોડોની છેતરપિંડી ની ફરીયાદ આંણદના વિદ્યાનગર પોલીસ મથકે નોંધાવી છે. વિદ્યાનગર જીઆડીસીમાં આવેલી દ્રારકેશ ટ્રાન્સપોર્ટ નામની કંપની અલગ અલગ હેવી અને લા઼ઇટ વેઇટ ક્રેન અને ટ્રેલર, હાઇડ્રા ક્રેન વગેરે ને કોન્ટ્રાક્ટ પર ભાડે આપવાનો વ્યવસાય કરે છે જેને લઇને અલગ અલગ કંપનીઓ સાથે તેમનો વ્યાપાર કરે છે.

પોતાના વ્યાપાર નો લઇને છેલ્લા ૮ વર્ષથી દ્રારકેશ ટ્રાન્સપોર્ટ ના માલિક આઇનોક્સ વિન્ડ સાથે પણ વેપાર કરતા હતા ત્યારે વર્ષ ૨૦૨૦માં આજ કંપનીના માલીકોએ પોતાના કરેલા કામના બિલના નાંણા નહી મળતા વાંરવાર આઇનોક્સ કંપનીને જાણ કરી પોતાની બાકી નિકળતા નાણાના ચુકવવા કહ્યુ હતુ,જોકે લાંબા સમય સુધી પોતાના બીલના નાંણા નહી મળતા અંતે વિદ્યાનગર પોલીસ મથકે આઇનોક્સ કંપની ના સંચાલકો દેંવાશ ચેરમેન અને બીજા ૧૪ સહીત ૧૫ લોકો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે ત્યારે પોલીસે ફરિયાદ નોધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Next Story