Connect Gujarat
Featured

કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એક જ દિવસે યોજવા અને પરિણામ જાહેર કરવા માંગ કરી

કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એક જ દિવસે યોજવા અને પરિણામ જાહેર કરવા માંગ કરી
X

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળના સભ્યોએ આજે રાજ્યના ચૂંટણી પંચની મુલાકાત લીધી હતી. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલી તારીખે યોજવા માંગ કરી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. રાજકીય પક્ષો સ્થાનિક સ્તરે સંગઠનાત્મક કાર્યવાહીમાં લાગી ગયા છે. જ્યાં એક તરફ ભાજપ પેજ સમિતિની પદ્ધતિ અપનાવી કાર્યકરોને જવાબદારી સોંપી રહી છે. ત્યાં કોંગ્રેસ પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચૂકી છે. લગભગ 2021 ના ફેબ્રુઆરી માસમાં ચૂંટણીઓ યોજવાની શક્યતા છે જેની સત્તાવાર જાહેરાત જાન્યુઆરીમાં કરવામાં આવશે. પરંતુ જાહેરાત થાય તે પહેલા જ કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે ચૂંટણી પંચની મુલાકાત કરી હતી.

વિધાનસભાના નેતા વિપક્ષ પરેશ ધાનાણી સહિતના વરિષ્ઠ નેતાઓએ ચૂંટણી પંચને મળી ચૂંટણી અંગે કેટલીક રજૂઆતો કરી હતી. જેમાં પહેલી તારીખે ચૂંટણી યોજવા સાથે પરિણામ પણ પહેલી તારીખે જ જાહેર કરવા માંગ કરી છે. રાજ્યના ચૂંટણી પંચને મુક્ત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી વ્યવસ્થાની માંગ કરી છે. કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે આ મુદ્દે ચૂંટણી પંચને આવેદન પત્ર પાઠવ્યું હતું.

Next Story