Connect Gujarat
દેશ

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો: 7500 રૂપિયા બેરોજગારી ભથ્થું અને 300 યુનિટ વીજળી મફત કરશે, CAAને કોર્ટમાં પડકારશે

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો: 7500 રૂપિયા બેરોજગારી ભથ્થું અને 300 યુનિટ વીજળી મફત કરશે, CAAને કોર્ટમાં પડકારશે
X

દિલ્લી વિધાનસભા

ચૂંટણી માટે કોંગ્રેસે આજે ઘોષણાપત્ર જાહેર કર્યો હતો. 2015ની વિધાનસભા ચૂંટણીમાં

ઉંધા માથે પટકાયેલ કોંગ્રેસે સત્તા પરત કરવા લુભાવનારા વાયદા કર્યા છે, કોંગ્રેસે ઢંઢેરામાં એમ પણ જણાવાયું છે કે કોંગ્રેસ નાગરિકતા સંશોધન

કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે અને કેન્દ્રને આ કાયદો પાછો ખેંચવાની માંગ

કરશે.આવો જોઈએ કોંગ્રેસની દિલ્લીના વિકાસ માટે શું છે રણનીતિ...

રવિવારે કોંગ્રેસે

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પોતાનો ઢંઢેરો જાહેર કર્યો હતો. પાર્ટીએ જાહેરાત કરી છે કે, કોંગ્રેસ સત્તામાં આવશે તો સ્નાતકોને દર મહિને 5000 રૂપિયા અને અનુસ્નાતકોને 7,500 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવા તથા પાણી અને વીજળી વપરાશકારો માટે કેશબેક યોજનાઓ જાહેરાત કરી છે. ઘોષણપત્ર બહાર પાડતી વખતે દિલ્હી કોંગ્રેસના

વડા સુભાષ ચોપરાએ કહ્યું હતું કે પાર્ટી દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપશે.

ઘોષણપત્રમાં પ્રદૂષણને પહોંચી વળવા અને પરિવહન સુવિધા સુધારવા દર વર્ષે 25 ટકા

બજેટ ખર્ચ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે યુવા સ્વાભિમાન યોજના અંતર્ગત

સ્નાતકોને 5000 રૂપિયા અને અનુસ્નાતકોને 7,500 રૂપિયા

બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે.

'કોંગ્રેસ CAA ને પડકારશે'

કોંગ્રેસ પ્રદેશ

અધ્યક્ષે કહ્યું કે, સંસાધનો બચાવનારા ગ્રાહકોને લાભ આપવા માટે કોંગ્રેસ

વીજળી અને પાણીના પુરવઠા માટે મોટી કેશબેક યોજનાઓ શરૂ કરશે. તેમણે કહ્યું હતું કે

જો તેમની પાર્ટી સત્તામાં

આવે છે, તો 15 રૂપિયાના રાહત દરે ખોરાક પૂરો પાડવા 100 ઇન્દિરા કેન્ટીન ખોલવામાં

આવશે.

ઢંઢેરામાં જણાવાયું

છે, કે કોંગ્રેસ નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) ને સુપ્રીમ કોર્ટમાં પડકારશે અને કેન્દ્રને આ કાયદો પાછો

ખેંચવાની માંગ કરશે. કહેવામા આવ્યું છે કે, જો કોંગ્રેસ દિલ્હીમાં સત્તા પર આવશે, તો પાર્ટી રાષ્ટ્રીય

નાગરિક રજિસ્ટર (એનઆરસી) અને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (એનપીઆર)ના હાલના ફોર્મનો

અમલ કરશે નહીં.

Next Story